વડાપ્રધાન મોદી ત્રિપુરા પહોંચ્યા છે. અહીંયા તેમણે અગરતલાના શાંતિબજારમાં જનસભાને સંબોધી. મોદીએ કહ્યું, “કોમ્યુનિસ્ટ પાર્ટી ગણતંત્ર નહીં, ગનતંત્ર અને હિંસામાં માને છે. હવે ત્રિપુરાના લોકો કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર સહન નહીં કરે. તેમને એવી વિદાય આપો કે તેઓ ફરી પાછા ન આવી શકે અને આ વસૂલીતંત્ર અને અત્યાચારનો કારોબાર ન ચલાવે.” આ પહેલા મોદીએ અરૂણાચલ પ્રદેશમાં દોરજી ખાંડુ રાજ્ય સભાગારનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે સરકાર દિલ્હીથી નહીં, દેશના ઘણા હિસ્સાઓમાંથી લોકો ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 60 બેઠકવાળી ત્રિપુરા વિધાનસભા માટે 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવાની છે. બીજેપી 51 સીટ પર ચૂંટણી લડી રહી છે, જ્યારે તેમના ગઠબંધન સહયોગી ‘ઇન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા’ (આઇપીએફટી) 9 સીટો પર લડી રહી છે.
મોદીએ કહ્યું, “પૈસા કેવી રીતે બચી શકે છે, તેને આપણી સારી રીતે જાણીએ છીએ”
– “પહેલા સરકાર વિખેરાયેલી રહેતી હતી. કોઇ અહીંયા બેસતું, તો કોઇ ત્યા. વર્ક એન્વાયરમેન્ટનો વર્ક કલ્ચર પર પ્રભાવ પડે છે. એક જ કેમ્પસમાં તમામ યુનિટ હોવાને
કારણે સામાન્ય લોકોને સુવિધા થઇ છે.”
– “તમામ લોકો હળીમળીને એક જ દિશામાં ચાલે છે તો સરકાર સારી રીતે ચાલે છે. એક જ કેમ્પસમાં હોવાથી નિર્ણય પ્રક્રિયા અને ડિલિવરિંગ પ્રોસેસ ઝડપી બને છે.”
– “આજે હું દોરજી ખાંડુ સેક્રેટરિએટનું લોકાર્પણ કરીને ગર્વ અનુભવી રહ્યો છું.”
– “અમે સરકારમાં એક પ્રયોગ શરૂ કર્યો છે. દિલ્હીથી સરકાર ચલાવતા 70 વર્ષ થઇ ગયા. લોકો દિલ્હી તરફ જોતા હતા. હવે સરકાર દિલ્હીથી નહીં, દેશના ઘણા હિસ્સાઓમાંથી લોકો ચલાવી રહ્યા છે.”