ગુજરાત વિધાનસભની ચુંટણી માટે બીજા તબક્કાનું મતદાન યોજવાનું છે. પીએમ મોદી આવતીકાલે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે ત્યારે તેઓ આજ રોજ અમદાવાદ આવી પહોચ્યા હતા અને માતા હીરા બા સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે ગુજરાત આવી ગયા છે. PM મોદીએ માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી જ્યાં માતાના આશીર્વાદ લઇ તેમની સાથે શિયાળાની સાંજે ગરમા ગરમ ચાની ચૂસ્કી ભરીને વડાપ્રધાન મોદી કમલમ રવાના થયા હતા જ્યાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ગુજરાતમાં પહેલા તબક્કામાં ૮૯ બેઠક પર મતદાન યોજાયું હતું ત્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાશે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ મતદાન કરશે અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ મતદાન કરશે. પીએમ મોદી વોટ આપે તે પહેલા સ્કુલનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. આખી રાત બુથો પર ઇવીએમ મશીનની સુરક્ષા વગેરેને લઈ અને ધ્યાન આપવામાં આવશે. આવતીકાલે સવારે 6:30 વાગ્યે મોકલ બાદ 8 વાગ્યાથી મતદાન શરૂ થશે.