- વડાપ્રધાનના રાત્રી રોકાણ અનુસંધાને પોલીસે તૈયારીઓ આરંભી
- તા. 26 સુધી સર્કિટ હાઉસ પાસેના ચાર જેટલાં માર્ગો પર પ્રવેશબંધી જાહેર કરાઈ
રાજકોટ ન્યૂઝ : ભારતના માન.નીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૨૫/૦૨/૨૪ના રોજ રાજકોટ શહેર ખાતે પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય તેમજ તા.૨૫/૦૨/૨૪ થી તા.૨૬/૦૨/૨૪ના સર્કિટ હાઉસ ખાતે નાઈટ હોલ્ટ થનાર હોય જેથી ટ્રાફિક સમસ્યા સર્જાય નહી તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા પામે નહી અને વાહન ચાલકોને કોઇ ટ્રાફિકનો અવરોધ ન થાય તે હેતુસર નીચે મુજબ રસ્તાઓ તા.૨૫/૦૨/૨૪ના રોજ ક.૧૬/૦૦ થી તા.૨૬/૦૨/૨૪ના માન.વડાપ્રધાન સા.શ્રી રવાના ન થાય ત્યા સુધી નીચેના રસ્તાઓ પર તમામ પ્રકારના વાહનો માટે “પ્રવેશ બંધ” અને “નો-પાર્કિંગ” ઝોન જાહેર કરવામાં આવે છે.
ચાણક્ય બિલ્ડીંગ / ICICI બેન્ક થી સર્કિટ હાઉસ થી ફૂલછાબ ચોક સુધી તેમજ ખોડીયાર હોટલ થી એસ.કે.વેલ્ડીંગ, શદર બજાર થી પ્ર.નગર પોલીસ સ્ટેશન થી ધરમસીનેમા (આર.વર્લ્ડ) થી ચાણક્ય બિલ્ડીંગ / ICICI બેન્ક સુધીના તમામ રસ્તા તથા તેની સાથે જોડાયેલ રસ્તાઓ/શેરીઓ તમામ પ્રકારના વાહનો માટે “પ્રવેશ બંધ” અને “નો-પાર્કિંગ” જાહેર કરવામા આવે છે.
નીચે મુજબના રસ્તોઓ બંધ રહેશે.
(૧) ચાણક્ય બિલ્ડીંગ / ICICI બેન્ક થી ફૂલછાબ ચોક
(૨) ગેલેક્ષી ૧૨-માળ બિલ્ડીંગ થી સર્કિટ હાઉસ સુધીનો આકાશવાણી મેઈન રોડ
(૩) શદર બજાર પોલીસ ચોકી થી એસ.કે.વેલ્ડીંગ તથા ખોડીયાર હોટલ તરફ આવતા તમામ રસ્તાઓ
(૩) કાશી વિશ્વાનાથ મેઈનરોડ તરફ થી પ્ર.નગર પોલીસ સ્ટેશન મેઈન રોડ તરફ આવતા તમામ રસ્તાઓ
(૪) એસ.કે.વેલ્ડીંગ થી પ્ર.નગર પોલીસ સ્ટેશન થી ધરમસીનેમા(આર. વર્લ્ડ)થી ચાણક્ય બિલ્ડીંગ / ICICI બેન્ક સુધીનો રસ્તો
નીચે મુજબ રસ્તાઓ ખુલ્લા રહેશે.
(૧) જામટાવર ચોક તરફથી આવતા વાહનો ધરમ સિનેમાથી ચોધરી હાઈસ્કૂલ તરફ થી ભાવેશ મેડીકલ, જ્યુબેલી ચોક તરફ તથા શદર બજાર ચોક તરફ જઈ શકશે.
(૨) જ્યુબેલી તથા શદર બજાર ચોક થી જામટાવર તરફ જતા વાહનો ચોધરી હાઈસ્કૂલ થી ધરમ સિનેમા થઈને જઈ શકશે.
(૩) શંદર બજાર થી ફૂલછાબ ચોક તરફ જવા માંગતા વાહનો શદર બજાર પોલીસ ચોકી થી ડાબી બાજુમાથી જઈ શકશે.