વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના સપનાને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશના સંતુલન વિકાસ માટે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદીપ દિવસથી એ મુલાકાત અગાટી એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
લક્ષદીપ સહિતના ટાપુઓ પર બંદર મત્સ્ય પ્રવાસન અને સંદેશા વ્યવહારની વ્યવસ્થામાં કોઈ કચાશ નહીં રહે: વડાપ્રધાન
અગાટી વિમાન મથકે લક્ષદીપ ના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને વરિષ્ઠ અધિકારી પદાધિકારીઓની પરિસ્થિતિમાં વડાપ્રધાન નું મહિલા સ્કૂલબેન્ડ ની ટીમ ના સંગીત સુરાવલી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અગાટી ખાતે યોજાયેલા સમારંભ સ્થળે વડાપ્રધાનનું આગમન થયું ત્યારે ભારે ભાવુકદ્રશ્યો સર્જાયા હતા તેમણે જણાવ્યું હતું કે 2024 નું વર્ષ લગદીપ ના લોકો સાથે શરૂ કરીને હું પ્રસન્નતા અનુભવ છું..તેમણે જણાવ્યું હતું કે સરકાર દેશના તમામ અને ટાપુઓ પર બંદર વિકાસ માટે ખાસ પ્રયત્નશીલ છે લક્ષદીપ ના આંતર માળખાકીય સુવિધા અને બંદર વિકાસ માટે કોઈ કચાસ નહીં રખાય, તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર લક્ષદીપ સહિતના તમામ દ્વીપ સમૂહ અને ટાપુઓ ના આરોગ્ય પ્રવાસન અને ઉદ્યોગની સાથે સાથે ઊર્જાની પરીપૂર્તિ માટે પ્રતિબધ છે,
વડાપ્રધાને દેશના વિકાસ અને ખાસ કરીને ટાપુઓ પર કૃષિ, મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન સહિતના ક્ષેત્રના વિકાસ માટે ના આયોજનો પર પ્રકાશ પાડીને જણાવ્યું હતું કે લક્ષ્યદિપ ને ઓપ્ટિકલ ફાઇબર દ્વારા જલ્દીથી દૂરસંચાર માટે દેશ સાથે જોડી દેવામાં આવશે , શેષ ભારતની જેમ ડિજિટલ સુવિધા અને દૂરસંચારની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે વડાપ્રધાને જણાવ્યું હતું કે સરકાર લોકોને આપેલા વિકાસના વચન પૂરી કરવા પ્રતિબધ છે અને લક્ષદીપ ના વિકાસમાં કોઈ કચાશ નહિ રખાય લક્ષદીપ ની સાથે સાથે વડાપ્રધાને બંગરામ દ્વીપ ખાતે ₹1,200 કરોડથી વધુના વિકાસ કામો નું મુહૂર્ત કરાવ્યું હતું વડાપ્રધાનની બે દિવસની લક્ષદીપની મુલાકાતને લઈને લક્ષદીપના તમામ વર્ગના નાગરિકોમાં ભારે ઉત્સાહ પ્રવૃતિ રહ્યો છે.