એક બાજુ શિખર-મંત્રણાઓની ભરમાર અને બીજી બાજુ દેશની કસોટીજનક આંતરિક સમસ્યાઓને ઉકેલવા જોઇશે અબજોની યોજનાઓ!
કોઇ ફિલ્સુફે સાચું જ કહ્યું છે કે, લોકશાહીની સામે એકલી ટેન્કોનું જ જોખમ નથી. એથીયે મોટું જોખમ તો ભાષણખોરીનું છે, જે અંતે ટેન્કો ભણી દોરી જાય છે!
આ ચિંતન સનાતન સત્ય છે, શાશ્ર્વત સતય છે એ નિર્વિવાદ છે. આપણા દેશને અને આપણા દેશના રાજપુરૂષોને સો ટકા લાગુ પડે છે.
પી.સાયરસે તો એવું કહ્યું કે, મારી વાણીનો અફસોસ મને ઘણીવાર થયો છે, મારા મૌનનો કદી નહિ….
આ બધા ચિંતનનો અનુભવ કોઇ દેશનો રાજપુરૂષ અન્ય દેશના રાજદ્વારી પ્રવાસે જાય ત્યારે થતો હોય છે.
આપણા દેશના વડાપ્રધાન તેમના નવા પ્રધાન મંડળની રચના બાદ સર્વપ્રથમ જાપાનમાં ત્યાંના રાજપુરૂષો સાથે મંત્રણા કરી આવ્યા છે. જાપાનના વડાપ્રધાને તેમને અત્યંત આદરપૂર્વક આવકાર્યા પણ ખરા અને મહત્વની મંત્રણા પણ કરીએ શુભ ચિહન ગણાવું જોઇએ.
આમ જોઇએ તો, વડાપ્રધાને પહેલીવાર કેન્દ્રમાં સરકાર રચી તે પછી પણ તેમણે જાપાનની સર્વ પ્રથમ મુલાકાત લીધી હતી.
અહીંએ જાણવું મહત્વનું છે કે, આ દેશ વિશ્ર્વ ઇતિહાસમાં પ્રજાતંત્રની પ્રથમ પ્રયોગભૂમિમાં રહ્યો છે. પણ કાળાંતરે રાજતંત્રીય સામંતવાદી સંસ્કારો તેની નસેનસમાં વસીગયા હતા. આમેય પુખ્ત મતાધિકાર પર આશ્રિત અને મૂળભૂત બંધારણીય અધિકારીથી પોષિત પ્રજાતંત્ર એક નવું તત્વ છે જુના ગણ રાજયો કરતા વધુ ઊડુ અને અર્થપૂર્ણ તાત્વિક દ્રષ્ટિએ જીવ અને બ્રહ્મને અભેદ ઘોષિત કરનાર આ દેશ સંતોના બધા ઉપદેશો છતાં, વ્યવહારમાં માનવી માનવી વચ્ચેના અનંત ભેદો અને તેમાંથી નીપજતા અન્યાયોને સત્ય અને નિત્ય માનતો હતો અને બીજાઓને પણ તે પરાણે મનાવતો હતો. છેલ્લી દોઢ સદી દરમ્યાન થયેલા ધાર્મિક અને સામાજીક પરિષ્કાર આંદોલનોએ આપણને આ વિસંગતિથી ચેતાવ્યા અને સંતોની સમાનતાને નવો સામાજીક અર્થ આપ્યો.
ખુબ ફળવા – ફુલવાની ભાવના હંમેશા બધા દેશોમાં હોય છે. પણ આધુનિક યુગમાં વિજ્ઞાનની પ્રગતિ અને ઔદ્યોગીક વિકાસે માનવ માત્રને અન્નભાવ, અનારોગ્ય અને અવિદ્યાર્થી મુકિત આપવાનું શકય બનાવ્યું. ફલત અનાદિ કાળથી અધપેટ અને અંધખુલ્લી રહેવાની અભ્યસ્ત અધિસંખ્યા જનતામાં આશા કરવાનું સાહસ જાગ્યું.
આ બધા ચાલુ લક્ષણો સાથે તેને દીપ્તી આપનાર બીજા પણ કેટલાંક તત્વો હતા જે આપણા યુગો લાંબા સાંસ્કૃતિક પ્રયત્નો, ધર્મચિંતન અને આત્મ સાધનાનાં સફળ હતા. અતિવાદને સંયમિત કરતી સમન્વય બુઘ્ધિ સર્વ ધર્મ-સમાદર અને વિશ્ર્વ-મંગલ ભાવના
૧૫ ઓટષ્ટ ૧૯૪૭ ના ઉદિત સ્વરાજયએઆપણી પાસે વચન લીધું હતું કે આપણે આ નવાતત્વો અને જૂની પરંપરાઓના પાયા પર સુરાજયની સ્થાપના કરીશું, જેથી હજારોના તપ અને ત્યાગથી અજિત આ સ્વરાજય સત્તા-કેન્દ્રોમાં થોડીક ખુરશીઓના પાયા સાથે બંધાઇ ન રહે બલ્કે દેશના ગામ ખૂણે અનુે ગલી કૂંચીઓમાં જીરવતો આમ ભારતીય પણ તે ભોગવી શકે.
સ્વરાજયની આ રપમી વષગાંઠ આપણી પાસે ગત રપવર્ષોની કાર્યસુચિ (વર્ક રિપોર્ટ) માગી રહી છે.
શું આપણે જે સંપન્નતાની સીમાબંધીની જોરશોરથી ચર્ચા કરીને છીએ. ગરીબીની તળમર્યાદા બાંધી શકયા છીએ?
શું મામુલી મલમ અને મિક્ષ્ચર માટે માઇલો ચાલવાની અને કલાકો સુધી ડોકટર કમ્પાઉન્ડરોની પ્રતિક્ષા કરવાની વિવરાતા દૂર કરી શકયા છીએ
શું બધા માટે કામ મેળવી શકયા છીએ?
શું જાતિવાદ-સંપ્રદાયવાદનું ઝેર નષ્ટ કરી શકયા છીએ?
શું જુના નવા શાસકોને સામંતી મનોવૃત્તિથી મુકત કરાવી શકયા છીએ?
શું સામાન્ય નાગરીકને આપણે એવો અનુભવ કરાવી શકયા છીએ કે તેે આ દેશનો શાસક છે અને માથું ઊંચુ કરીને ચાલી શકવાનો અધિકાર છે?
વિશ્ર્વ શાંતિના નામે વિશ્ર્વના નેતાઓ એકઠા થયા છે.
વિશ્ર્વને આર્થિક સમૃઘ્ધિ બક્ષવાના નામે વિશ્ર્વના નેતાઓ મંત્રણાઓ કરે છે.
પૃથ્વીને નષ્ટ થતી રોકવાના ઔશય સાથે વિશ્ર્વના નેતાઓ દ્રષ્ટિકોણ ની આપ-લે કરે છે.
શિખર મંત્રણાઓનું જાણે એમને વ્યસન થઇ ગયું છે!
આવી શિખર મંત્રણાઓ વિશ્ર્વને કશું જ મહત્વનું આપતી નથી. દેશ પરદેશના આ નેતાઓ બેફામ ચર્ચા કરે છે અને ખર્ચના આંકડે મૌન રહે છે..
ભારતને આવા નિરર્થક વ્યસનો પાલવે તેમ નથી. વિદેશી સ્વરુપની ઓળખ આ દેશનું કશું જ ભલું નહિ કરી દે…
દેશના વર્તમાન રાજકીય રંગરાગ એવો જ ખ્યાલ ઉ૫સાવે છે કે આ દેશે પોતાની આગવી ઓળખ ઊભી કરીને જ પોતાનો ડંકો વગાડવાનો છે. અને વિશ્ર્વને દંગ કરવાનું છે.
વિશ્ર્વના અન્ય રાષ્ટ્રો આપણા રાષ્ટ્રનિર્માણનાં સ્વપ્નને મૂર્તિમંત કરી આપશે એવી ધારણા સાથે અન્ય રાષ્ટ્રોની મુલાકાતો યોજવી એ આપણા દેશની પંગુતા જ ખુલ્લી કરશે!
આપણા દેશની વર્તમાન હાલત માટે અધાર્મિક વ્યવહારો માટે ભ્રષ્ટ આદાન પ્રદાન માટે અને હલકી લાલચોના ઘોડાપુર તથા સંસ્કારની ઘોર અવહેલના માટે જે અપરાધીઓ છે તે ધનવાન અને ધનપતિઓ છે અને સમાજમાં આગળ પડતા બની બેઠા છે. ગરીબો બિચારા હડહડ થાય છે.
સૌમાં ઇશ્ર્વરને જોવાની વેદવાણી આજના ભારતમાં જાણે કે પરાજિત થઇ ગઇ છે.
ભારતીય સંસ્કૃતિનું પરમ સંસ્કાર ચિહન તે સૂર્ય છે અને ગરમ સાધના તે સૂર્યોપાસના છે. એને આપણે પરમ પ્રકાશની ઉ૫ાસના અને પરમ શકિતની અનુભુતિની સાધના ગણાવી શકીએ.
આપણો દેશ અને જનગણમન આ ઉપાસનામાં સ્થિર થાય છે એ આજનો તકાજો છે. જો એમ થઇ જાય તો અપરાધીઓ નહિ રહે, શોષણખોરો નહિ રહી, ગરીબો અને દરિદ્રો નહિ રહે! કોઇને અવળે ગધેડે બેસાડીને નગર વચ્ચે ફેરવવા પડે એવી સ્થિતિ નહિ રહે… બહેનો સહુ કોઇને ગર્વભેર તથા હોંશે હોંશે રાખડીઓ બાંધશે અને તેમના આશિર્વાદ પામેલા બાંધવો આ દેશના સિંહાસનને શોભાવશે અને તેની ભૂમિની તેના સંસ્કારની તેમજ તેની સાંસ્કૃતિક પ્રભુતાની રક્ષા કરશે! એક અબજથી વધુ ભારતીયો માટે આ લક્ષ્ય અધરું પણ નથી અને અશકય કે અતિ દૂર પણ નથી. નખશીખ એકતા સાધીને કદમ માંડીએ એટલી જ રાહ!
શિખર મંત્રણાઓ કરતાં ભાંડુઓ વચ્ચે મંત્રણાઓ કરીએ…. સંગઠીત થઇએ.. આગવી ઓળખ ઉભી કરીએ તો જ સુરાજય ઓળખ ઉભી કરીએ તો જ સુરાજય સર્જશે, તો જ રામરાજય સર્જાશે કોઇ વિદેશી એ નહિ સર્જી આપે,