વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના લાભાર્થીઓ સાથેના સંવાદ કર્યો હતો.
વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાજય સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક ઘર સુધી પહોંચાડવાનાં હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટ શહેર અને જસદણના રામળિયાના લોકો સાથે સંવાદ કરતાં પીએમ
આ યાત્રા એટલે છેવાડાના પ્રત્યેક માનવી સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડી તમને સશક્ત બનાવવાનો સંકલ્પ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં. 18માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ ઉપરાંત રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રામળીયા ગામના લાભાર્થી સાથે પ્રઘાનમંત્રી જીસ્વાનના માઘ્યમથી સવારે 11 કલાકે સીઘો જ સંવાદ કર્યો હતો.
આ સંવાદ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ, પાણી પૂરવઠા મંત્રી કુંવારજીભાઇ બાવળીયા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા, ગુજરાત વિઘાનસભાના નાયબ મુખ્ય દંડક કૈશીકભાઇ વેકરીયા ઉપસ્થિત રહયાં હતા.