ભારતમાં જૂન સુધીમાં જીયો 5-જી શરૂ કરશે: મુકેશ અંબાણી
ભારતમાં 5જી નેટવર્કનું નેતૃત્વ ‘જીયો’ જ કરશે જીયોએ દેશમાં જૂન સુધીમાં 5-જી શરૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે તેમ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં જીયોના મોભી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસનો પ્રારંભ કરાવ્યો હતો. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસને સંબોધ્યા જીયોના સર્જક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતુ કે ભારતમાં 5-જીનું નેતૃત્વ ‘જીયો’ કરશે અમે 2021ના બીજા ત્રણ માસ સુધીમાં એટલે કે જૂન સુધીમાં દેશમાં 5-જી શરૂ કરવાની અમે તૈયારી કરી લીધી છે. જીયો ભારતમાં વ્યાજબી દરે 5-જી સેવા શરૂ કરશે.
અંબાણીએ જણાવ્યું કે દેશમાં હજી પણ 30 કરોડ ભારતીયો ટુજી ટેકનોલોજીમાં ફસાયેલા છે. તેમણે આવા 30 કરોડ લોકો સરકારની ડિજીટલ અર્થ વ્યવસ્થાનો લાભ લઈ શકે તે માટે સરકારને યોજના બનાવવા પણ અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું કે જીયોની 5-જી ટેકનોલોજી સ્વદેશી છે અને જીયોની 5-જી ટેકનોલોજી વડાપ્રધાનના ‘આત્મનિર્ભર’ ભારત મિશનની સફળતાની સાક્ષી છે. તમને એ જણાવીએ ભારતમાં ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસનું આ ચોથી વખત આયોજન થયું છે. દર વર્ષે બાર્સિલોનમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું આયોજન થાય છે. તેવી જ રીતે આ આયોજન થયું છે. આઈએમસીમાં દેશ વિદેશની તમામ મોટી ટેકનોલોજી કંપનીઓ ભાગ લે છે અને તેનો પોતાના ઉત્પાદનો ટેકનોલોજી પ્રવૃત્તિ કરે છે. આઈએમસી 2020નું આયોજન દૂર સંચાર વિભાગ અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસીએશન ઓફ ઈન્ડીયાએ કર્યું છે. આઈએસસીનો આજથી પ્રારંભ થયો છે. અને 10 ડિસેમ્બર સુધી ચાલશે. મોબાઈલ કોંગ્રેસમાં 30 થી વધુ દેશોના 210 રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય વકતાઓ અને લગભગ 3 હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લેવાની શકયતા છે.
ભારત સેમી કંડકટરનું હબ બનશેે: અંબાણી
ભારતે વિશ્વકક્ષાની ચીપ ડિઝાઈન બનાવી છે. સેમી કંડકટર ઉદ્યોગ માટે ભારત હબ બની રહેશે તેમ મને અત્યારે લાગે છે. અમે બધા સાથે કામ કરી રહ્યાં છીએ અને અમને આશા છે કે, ભારતની હાર્ડવેરની સફળતા આપણા સોફટવેર સાથે બંધ બેસતી થઈ જશે.