વડાપ્રધાન સાથે ફોટોગ્રાફને બદલે ઓટોગ્રાફ લઇ સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ: બાળા કિરીટસિંહ રાણાના ભાણીબા
બાળમાનસ પર પણ ‘મોદી’ અને ભાજપ છવાયેલા હોય તેવા કિસ્સો તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે યોજાઇ ગયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા દરમિયાન સામે આવ્યો, માત્ર પાંચથી છ વર્ષની બાળાએ જયારે ‘ભાજપ’ વિષે વડાપ્રધાન મોદી સમક્ષ આપેલું ટુંકુ વકતવ્ય પ્રસ્તુત કરતા ખુદ વડાપ્રધાન પણ પ્રભાવીત થયા હતા.
ભાજપાની સૌથી નાની વયની આ બાળાનું નામ આદ્યાબા છે, તેમની વાકછટાને વડાપ્રધાન મોદીએ પણ બિરદાવી હતી અને આશિર્વાદ પાઠવ્યા હતા. તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઇ હતી. એ વખતે કેસરિયો ખેસ પહેરેલી સૌથી નાની ભાજપ પ્રચાારકે સૌનું ઘ્યાન ખેચ્યું હતું.
સભા દરમિયાન સ્ટેજ પર જ એક ખુણામાં વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરતી આદ્યાબાનો ચહેરો એકદમ સ્વસ્થ હતો, પોતે વડાપ્રધાન સાથે વાત કરી રહ્યા હોય તેવું જરાય લાગતું ન હોતું. એકદમ નિશ્ર્ચીલ અને સ્પષ્ટ શબ્દોમાં ‘ભાજપ’ વિષે જયારે વકતવ્ય શરુ કર્યુ ત્યારે મોદી તેમની સામે જ આંખોોમાં આંખો મિલાવી સાંભળી રહ્યા હતા. છતાં આદ્યાબાને કોઇ ડર ન હોતો.
આજે જયારે મોટા મોટા નેતા પણ વડાપ્રધાનની હાજરીમાં બોલવામાં કે વકતવ્ય આપવામાં ‘તોલી – તોલી’ ને બોલતા હોય છે, મનમાં સતત ડર પણ રહેતો હોય છે. ત્યારે આદ્યાબા જેવી બાળા ‘ભાજપ’ વિષે શરુઆત કરી કે, ‘ભાજપ ભાજપ, આજે જયાં જયાં જાુઓ ત્યાં ચર્ચાની શરુઆત ભાજપથી અને ચર્ચાનો અંત પણ ભાજપથી જ થાય છે…’
ભાજપના સૌથી નાની વયના પ્રચારક એવા આદ્યાબા લીંબડી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાના ભાણીબા થાય છે. વડાપ્રધાને જયારે આદ્યાબાને પૂછયું કે ઓટોગ્રાફ જોઇએ છે કે ફોટોગ્રાફ ? ત્યારે આદ્યાબાએ ‘ઓટોગ્રાફ’ આપવાનું કહી ફોટોગ્રાફ થી દરુ રહ્યા હતા જો કે તેમની આ સ્પીચ સોશ્યી મીડીયામાં એટલી બધી વાયરલ થઇ છે કે હવે કોઇ ફોટોગ્રાફની જરુર રહી નથી.