૪૦.૬ લાખ મકાનો બનાવવાના ટાર્ગેટ સામે માત્ર ૩ લાખનું નિર્માણ જ યું!
શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નોંધપાત્ર કામ યું હોવાના આંકડા
સરકાર ૨૦૨૨ સુધીમાં લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રોત્સાહનો આપી રહી છે. પરંતુ સરકારના પ્રયાસો અસરકારક સાબીત ઈ રહ્યાં ની. આંકડા મુજબ ૪૦.૬ લાખ મકાનો બનાવવાના ટાર્ગેટ સામે માત્ર ૩ લાખ એટલે કે, ૮ ટકા જ મકાનો બન્યા હોવાનું ફલીત થયું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્થિતિ શહેર વિસ્તારો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં સારી છે. ગ્રામ્ય વિકાસ મંત્રાલયના ૯૫.૪ લાખના ટાર્ગેટ સામે ૨૮.૮ લાખ મકાનોનું નિર્માણ થઈ ચૂકયું છે.
આ આંકડા છેલ્લા ૧૫ માસના છે. શહેરોમાં ૪૦.૬ લાખ મકાનોના નિર્માણ માટે હાલ ૮૩૪૧ પ્રોજેકટ ચાલુ છે. જેમાં ૩.૪ લાખ મકાનો તૈયાર થઈ ચૂકયા છે અને ૧૮ લાખ મકાનોના નિર્માણોનું કામકાજ ચાલુ છે.
જો કે આ મકાનોનું બાંધકામ કયાં તબકકે પહોંચ્યું છે તેવું જણાવવામાં આવતું ની.પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) તા.૨૫ જૂન ૨૦૧૫ના રોજ લોન્ચ થઈ હતી. જે હેઠળ શહેરી ગરીબોને ૨ કરોડ મકાનો આપવાનો ટાર્ગેટ રખાયો હતો. આ ટાર્ગેટ ૨૦૨૨ સુધીમાં પુરો કરવાનો છે.
જો કે, આવાસ યોજના હેઠળ ધીમીગતિએ તા કામના કારણે ટાર્ગેટ પુરો કરવો મુશ્કેલ જણાય રહ્યો છે. ૭ વર્ષના ટાર્ગેટ મુજબ જોવા જઈએ તો હજુ યોજના હેઠળ માત્ર ૨ ટકા જ કામ યું છે.
તા.૨૦ નવેમ્બર ૨૦૧૬ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં મકાનો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તા.૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં ૧ કરોડ મકાનોનું નિર્માણ કરવાનું લક્ષ્ય છે. જેમાંી માર્ચ ૨૦૧૮ સુધીમાં ૫૧ લાખ મકાનોનું નિર્માણ થયું છે. જે મુજબ હાલ ૫૪ ટકા કામગીરી થઈ હોવાનું ફલીત થઈ રહ્યું છે.
ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિતના રાજયોમાં ગ્રામ્ય વિસ્તારોમાં મકાનોનું કામ ઝડપી થઈ રહ્યું છે. તેલંગણાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી એક પણ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવામાં આવ્યું નથી.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનોની કામગીરી ખૂબજ ધીમી છે. માત્ર ૧૦ ટકા કામ જ થયું હોવાનું આંકડા કરી રહ્યાં છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,