પહેલા રાજકારણનો અર્થ કમિશન, ભ્રષ્ટાચાર થતો હતો પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ રાજનીતિનો અર્થ વિકાસ તરીકે પ્રસ્થાપિત કર્યો છે: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ
વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના સાશનમાં ગુજરાતે વિકાસની નવી નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરી છે આ કાર્યોની માહિતી જન જન સુઘી પહોંચાડવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌરવ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યાત્રાનો બીજો રૂટ દ્વારકા થી પોરબંદરનો પ્રારંભ થયો છે. આ ગૌરવ યાત્રાને રાષ્ટ્રીય અધ્યક્ષ ી જે.પી.નડ્ડાજીએ પ્રસ્થાન કરાવ્યું. આ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ , રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીયમંત્રી ઓ ભુપેન્દ્રજી યાદવ, પ્રહલાદસિંહ પટેલ, પિયુષ ગોયલ, ડો. મનસુખભાઇ માંડવીયા, રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજયના મંત્રી ઓ જીતુભાઇ વાઘાણી, બ્રીજેશભાઇ મેરજા, સાંસદ સભ્ય વિનોદભાઇ ચાવડા,મોહનભાઇ કુંડારિયા,રામભાઇ મોકરિયા,પૂનમ બેન માંડમ,રમેશભાઇ ઘડૂક ,પ્રદેશ ઉપાધ્યક્ષ ઓ ડો.ભરતભાઇ બોઘરા, જયંતીભાઇ કવાડીયા, યુવા મોરચાના પ્રમુખશ્રી ડો.પ્રશાંતભાઇ કોરાટ,પુર્વમંત્રી અને ઘારાસભ્ય આર.સી.ફળદુ સહિતના પ્રદેશના અને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જે.પી.નડ્ડાએ જણાવ્યું કે, ગુજરાતની ખમીરવંતી પ્રજા તેમનું જીવન દેશ ભક્તિ સાથે ઓત પ્રોત થઇ જીવે છે. ગુજરાતની જનતાએ અંગ્રેજો સાથે લડાઇ કરી અને લડાઇ લડતા લડતા તેમણે અંગ્રેજોને કહ્યુ કે અમારો એક જ રાજા છે …રાજા રણછોડ..દ્વારકાઘીશ… આવા ગુજરાતની પ્રજાને આજે હું વંદન કરુ છું. આ પવિત્ર ઘરતીથી ગૌરવયાત્રાનો પ્રારંભ કરીએ છીએ. આ ગૌરવ યાત્રા જે દ્વારકાઘીશની નગરીથી શરૂ થઇ રહી છે આવી બીજી પાંચ યાત્રા ગુજરાતમાં શરૂ થઇ રહી છે. આ ગૌરવ યાત્રા માત્ર દ્વારાકાઘીશની નથી..આ ગૌરવ યાત્રા ન માત્ર ગુજરાતની પરંતુ દેશની ગૌરવ યાત્રા છે. આ દેશની ગૌરવ યાત્રા એટલે છે કારણ કે જે ગૌરવ દુનિયામાં સ્થાપીત કરવા દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીકામ કર્યુ છે તેની ગંગોત્રી પણ ગુજરાતની ધરતી છે. ગુજરાત સંતો,ભકતો,સમાજ સેવકો,સમાજ સુઘારક,રાજનેતા,દેશભકતોની ભૂમિ છે.વડાપ્રઘાનએ દેશની રાજનીતીની સંસ્કૃતિ બદલી છે.
પહેલા રાજકારણનો અર્થ કમિશન,ભ્રષ્ટાચારનો થતો પરંતુ વડાપ્રઘાનએ આ રાજનીતીનો અર્થ વિકાસ તરીકે પ્રસ્થાપીત કર્યો. કોંગ્રેસને હવે ખ્યાલ નથી આવતો કે રાજનીતીમાં હવે શું કરવું. કોંગ્રેસ મેવા ખાવા,પરિવારની સેવા કરવા આવી હતી. ભાજપે વંશવાદ અને પરિવાર વાદને જાકારો આપ્યો. ભાજપ રાષ્ટ્રીય પાર્ટી,વૈચારીક પાર્ટી,દુનિયાની મોટી રાજકીય પાર્ટી છે. ભાજપ સિવાય કોઇ રાષ્ટ્રીય પાર્ટી રહી નથી. કોંગ્રેસ ન તો રાષ્ટ્રીય પાર્ટી રહી, ન તો ભારતીય રહી, આ તો માત્ર ભાઇ-બહેનની પાર્ટી રહી ગઇ છે. ભારત કોરોનાની મહામારીને હરાવી અને આર્થિક રીતે આગળ વઘી રહ્યુ છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વમાં દેશ બદલાઇ રહ્યો છે. લોકો ને મોદી હૈ તો મુમકીન હૈ સુત્ર પર ભરોસો છે. ભાજપ સરાકરામાં છેવાડાના માનવીને પણ વિવિધ યોજનાઓના લાભ મળે છે. ગુજરાતમાં શિક્ષણમાં ડ્રોપ આઉટ રેસિયો ઘટી ગયો,લોકોના આરોગ્યમાં સુઘારો થયો છે.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપના કાર્યકરો પક્ષમાં હોય કે સરકારમાં તેમના માટે જનસેવાએ પહેલો ઘર્મ છે. ગૌ માતાનું સંવર્ઘન હોય, પ્રાચિન મંદિરોનુ જીર્ણોદ્ઘાર આયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ હોય તે તમામ કાર્યો વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વમાં પુર્ણ કર્યા છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘ દ્રષ્ટીને કારણે ગુજરાત આજે વિજળીમાં સર પ્લસ રાજય બન્યું છે. ગુજરાતમાં વિકાસના વટ વૃક્ષને શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના પરિશ્રમના પરસેવાથી સિંચન કર્યુ છે.
ગુજરાતમાં છેલ્લા 8 વર્ષોથી ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપ સરકારે ગરીબો, વંચીતો,આવાસ વિહોણા પરિવારોને વિકાસની તક આપી અને આર્થિક ઉન્નતીનો આઘાર આપ્યો છે. પહેલી વાર રાજયમાં 1 કરોડ 70 લાખ થી વધુ ગરીબોના બેંક ખાતા ખુલ્યા, 10.50 લાખ ગરીબો પરિવારોને પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્વપ્નનું ઘર મળ્યું. પાંચ લાખ રૂપિયા સુઘીની ફ્રી સારવારનું વિમા કવચ આપ્યું છે. વિશ્વભરમાં આજે ગુજરાતીઓની ઓળખ મહેનતુ અને સાહસિક પ્રજા તરીકે થાય છે. આ ગૌરવ યાત્રા ગુજરાતના ગૌરવને વધુ ઉજાગર કરશે તેવી દ્વારાકાઘીશના ચરણોમાં પ્રાર્થના.