• “મને વિશ્વાસ છે કે તે આપણા સમાજને વધુ શાણપણ અને કરુણા તરફ માર્ગદર્શન આપશે.”

National News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સ્વામી ગૌતમંદ સાથેની તેમની મુલાકાતની જૂની તસવીર શેર કરતા વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ પરમ પૂજ્ય સ્વામી ગૌતમમંદજી મહારાજને મારા હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ.

મને વિશ્વાસ છે કે તે આપણા સમાજને વધુ શાણપણ અને કરુણા તરફ માર્ગદર્શન આપશે.”

તેમણે આગળ લખ્યું, “રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન અસંખ્ય ભારતીયોના જીવનમાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. રામકૃષ્ણ પરમહંસ, મા શારદા દેવી અને સ્વામી વિવેકાનંદના આદર્શોને વધુ લોકપ્રિય બનાવવાના તેમના પ્રયાસો નોંધપાત્ર છે.”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.