વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આખરે ૫૬ ઈંચની છાતી બતાવી છે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની કબજા હેઠળના કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદની આતંકી છાવણી ઉપર ત્રાટકીને ૩૦૦ આતંકીઓને મોતને ઘાટ ઉતારીને પુલવામાં આતંકીઓએ અચાનક ત્રાટકીને ભારતીય સૈન્યના ૪૨ જવાનોને મોતને ઘાટ ઉતાર્યાની અતિક્રુરતા ભરી ઘટનાનો બદલો લઈને પાકિસ્તાનમાં સન્નાટો સજર્યો છે.ભારતભરમાં વાયુસેનાના આ સપાટાથી ખુશીની લહેર પ્રવર્તી છે. ભારતની પ્રજા, ફિલ્મ ઉદ્યોગ તેમજ વિપક્ષી રાજકીય પક્ષોએ વાયુસેનાના આ પગલાને વધાવીને હૃદયભીનું સમર્થન આપ્યું છે.

ભારતના વિદેશ સચિવ વી.કે. ગોખલેએ ભારતની કાર્યવાહીને ડિફેન્સ કાર્યવાહી ગણાવી છે પાક. અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સૈના દ્વારા થયેલી એર સ્ટ્રાઈક-૧ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા વી.કે. ગોખલેએ કહ્યું કે, પુલવામાં આતંકી હુમલા બાદ જૈશે મોહમ્મદ ભારતમાં વધુ એક આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હોવાના સબળ ઈન્ટેલીજન્સ ઈનપૂટ મળ્યા હતા. આ ઈનપૂટનાં આધારે જ ભારતે કાર્યવાહી કરી છે જેમાં અઝહર મહેમુદનો સાળો યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ધોરી માર્યો ગયો છે.

વિદેશ સચીવે જણાવ્યું કે ભારતની વારંવાર ચેતવણી છતા છેલ્લા બે દાયકાથી પાક.ની જમીન પર આતંકવાદી પ્રવૃત્તિઓ અટકી નથી પાક. અધિકૃત કાશ્મીરમાં હજારો જેહાદીઓને ટ્રેનીંગ અપાઈ રહી છે. આ બધી પ્રવૃત્તિઓ પાક. સરકારની જાણ બહાર થતી હોવાની શકયતા નથી.

રાવલપીંડીનો અહેવાલ દર્શાવે છે કે, પાકિસ્તાનની સંસદમાં આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. અને તે ઈમરાન હાય-હાય તથા ઈમરાન મુર્દાબાદના નારા સુધી પહોચ્યા હતા.વડાપ્રધાને કહ્યું કે મા‚ વચન છે કે ભારત માતાનું શીશ કયારેય નહી જુકવા દઉ, દેશથી વિશેષ કશું નથી ન ભટકીશું, ન અટકીશુ, આજે દેશનો મીજાજ જ કંઈક ઓર છે. આ જોશને હું સારી નિશાની સમજુ છું.

તેમણે કસમ છે મને આ માટીની, દેશને જુકવા નહી દઉ એવું જોશભેર કહેતા જ સભામાં મોદી…મોદી… નાદ ગુંજી ઉઠ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે હિસાબ ચુકતે કરવાનું વચન અમે  પૂરું કર્યું છે.આ બધું જોતા એવો ખ્યાલ ઉપસે છે કે, કાશ્મીરમાં આ ખૂનખાર લશ્કરી સંઘર્ષનો મામલો હાલતૂર્ત ઠંડો પડશે તો પણ સરવાળે તો એ ધૂંધવાતો હશે

વડાપ્રધાન લોકસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને જ હવે પછીની રણનીતિ ઘડશે. વિરોધ પક્ષોએ વાયુસેનાના પાયલોટ સહિત સમયાનુસાર સ્ટ્રાઈક-૨નો વ્યૂહ રચીને તેને સફળ બનાવ્યો એ માટે તેમને શાબાશીના અધિકારી ગણાવ્યા છે. પરંતુ એનડીએના આ ચૂંટણી મુદ્દાની સામે કેવી રણનીતિ અપનાવશે તે જોવાનું રહેશે અને તે અત્યંત મહત્વનું બનશે. પાકિસ્તાનનું રાજકારણ પણ સારી પેઠે હચમચશે અને ત્યાંના વડાપ્રધાન ઈમરાનખાન માટે તે કસોટી ‚પ નશે.પાકિસ્તાન તો આતંકવાદીઓથી ખદબદતું રહ્યું છે. અને તે હાર ખમીને ચૂપ બેસી રહેશે એમ માની લેવું વધુ પડતું લેખાશે !

પાકિસ્તાનના મિત્ર રાષ્ટ્રોની એ સલાહ લેવાનો અને કોઈપણ સ્વરૂપની મદદ લેવાનો સંભવ છે પાકિસ્તાનની પ્રજા આ ઘટનાથી ઉત્તેજિત બને તો પણ નવાઈ નહિ !!ભારતે આખરે ચાણકયનો સિધ્ધાંત અપનાવ્યો અને બળનો ઉપયોગ કરી લીધો એ સૂચક છે. કટ્ટરપંથી હિન્દુઓ પાકિસ્તાનને હજૂ વધૂ ચૂંથી નાખવાની હિમાયત કરે તેવો સંભવ છે.પરંતુ વડાપ્રધાન લશ્કરના વડાની સલાહ લીધા વિના અને સંરક્ષણ ખાતાના અભ્યાસીઓ સાથે સલાહ સૂચન કર્યા વિનાકોઈ નવાં પગલા ન લે, એજ ડહાપણ ગણાશે ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.