અયોધ્યા મંદિરના નિર્માણનો શુભારંભ પણ વડાપ્રધાને જ કર્યો આ બંનેનો સારાંશ-રામચંદ્રજીએ માનવતાને ખાતર અને અસુરો-આતંકી પરિબળોના આખા કુળને નેસ્ત નાબુદ કરવા ખાતર જ યુધ્ધ કયુર્ંં હતુ આપણા રાજપુરૂષો અને રાજકર્તાઓ દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલમાં તથા મંદિર-નિર્માણનાં મૂળભૂત હેતુ સંબંધમાં આ મંત્રને જ ઈશ્ર્વરની સાક્ષીએ, રાષ્ટ્ર ધ્વજની સાક્ષીએ તેમજ કરોડો ગરીબોની ગરીબી દૂર કરવાના સંકલ્પની સાક્ષીએ પ્રતિજ્ઞાબધ્ધ બને એવી અપેક્ષા વડાપ્રધાન તેમજ તેમની સરકાર પાસે રાખી છે!…

આમ કહેતી વખતે દ્દઢપણે માને છે કે, પૃથ્વીમાં, સમુદ્રમાં પર્વતમાં કે આકાશમાં એવું કોઈ સ્થાન નથી કે જે માણસ અંત: કરણની મલીનતાને હંમેશને માટે છૂપાવી શકે ઉપરોકત બંને બાબતોમા હાલના સ્તાધીશોને એ લાગૂ પડે છે !

અહીં એમ કહેવાનું પણ ઉચિત લાગે છે કે, માણસ અને તેમની સરકાર એમ બંને માટે સદ્ગુહસ્થ તરીકે, સત્યભાષી તરીકે અને સાચા અર્થમાં શૂરવીર તરીકે જન્મવું એ ભલે એક અકસ્માત હોય, પણ એવા તરીકે મરવું એ એક સિધ્ધિ છે.

જે રાષ્ટ્રો રમ્ય બને છે તે માત્ર તેની સરિતાઓ, સમુદ્રો, સરોવરો કે ઉધાનોથી જ નહિ, પણ તેમાં વસતા સજજનોથી રમ્ય બને છે.

દરેકની જિંદગીની કિંમત સરખી જ હોય છે. દરેક માતા અને પિતાનો દીકરો કે દીકરી એમને સરખા જ વ્હાલા હોય છે. ને છતા કેમ તે જિંદગીનો દાવ અધવચ્ચે રમતા રમતા છોડીદેવાય છે. આપઘાત કરવો એ કોઈ બહાદૂરી નથી એક નરી કાયરતા જ છે. આપણે કોઈ સમસ્યા કે નિરાશાથી એવા ધેરાય જઈએ કે મોત સિવાય કોઈ રસ્તો જ ન સુઝે. અને શું આત્મહત્યા કોઈ ઈલાજ કે ઉકેલ છે ?? શું આત્મહત્યા થી પ્રશ્ર્ન પૂર્ણ થઈ જાય છે??

જીવનમાં બધાને બધુ મળતું હોતું નથી કે સદાય જિંદગીમાં ધાર્યં જ પરિણામ પ્રાપ્ત થતું નથી. નિદા ફાજલીના શબ્દો ‘કભી કિસીકો મુકબલ જર્હાં નહિ મિલતા, કહી જામી તો કહી આસમા નહિ મિલતા’ હંમેશા બધું જ આપણે વિચાર્યે તેવું જ થાય તેવું બનતું નથી.

આપણા સત્તાધીશો, રાજપુરૂષો, રાજકર્તાઓ અને તેમના સાગ્રીતો હમણા સુધી એમની નીતિ રીતિઓનાં અમલ સંબંધમાં કરોડો આમ આદમીની અપેક્ષા બારામાં સારો દેખાવ કરી શકયા નથી.

નીતિઓ ઘડાય છે તે રાષ્ટ્રના તમામ આગેવાનો વિચારકો અને વિશેષજ્ઞો એક મંચ ઉપર સાથે બેસીને કેવળ રાષ્ટ્રીય હિતોને જ નજરમાં રાખીને લેતા નથી. તેઓ પક્ષાપક્ષી તેમજ રાજગાદીલક્ષી અને એકલપેટા નિર્ણયો લેવામાં જ રચ્યાપચ્યા રહેવાનો અને નીતિ ભ્રષ્ટતાના ગુલામ બનીને જ લેતા હોવાનો અનુભવ પ્રજાને થતો રહ્યો છે.

પ્રજાએ તેમના હકકો માટે ભીખ માગવી પડે, એવો શિરસ્તો સરવાળે શાસનકર્તાઓનાં હિતમાં હોતો નથી. એમાંથી કયારેય તો વિપ્લવ ભભૂકે છે અને હિંસક વિગ્રહ પણ જન્મે છે!

આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની બાબતમાં ઉપરોકત અભિગમનુ પ્રતિબિંબ પડે છે.

સવા અબજની વસ્તી ધરાવતા અને યુગગુરૂ કે વિશ્ર્વગુરૂ બનવાની તમન્ના સેવતા રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવી એ નાની સુની વાત નથી. એવું જ અયોધ્યા મંદિરનાં નિર્માણનાં શુભારંભ વિષે કહી શકાય તેમ છે.

આપણે ઈચ્છીએ અને પ્રાર્થના કરીએ કે, કોરોનાગ્રસ્ત હવામાન અને આર્થિક કટોકટીને ટાંકણે આપણા બધા માટે સદ્ભાગ્ય નીવડે !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.