- બિહારના ભાગલપુરથી પીએમ સન્માન નિધિનો 19મો હપ્તો ટ્રાન્સફર: 18મા હપ્તામાં, 9.6 કરોડ ખેડૂતોના ખાતામાં 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા બાદ 19મા હપ્તાના પ્રકાશન પછી, સંખ્યા વધીને 3.68 લાખ કરોડ રૂપિયા થઈ
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહેલા દેશના કરોડો ખેડૂતોની રાહ આજે પૂરી થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરમાં બટન દબાવીને દેશભરના 9.80 કરોડ નાના અને મધ્યમ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ટ્રાન્સફર કર્યો છે. પ્રધાનમંત્રીનો બપોરે 2 વાગ્યે ભાગલપુરમાં એક કાર્યક્રમમાં ખેડૂતોના બેંક ખાતામાં સીધા 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પ્રધાનમંત્રી સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. . અગાઉ, શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે ભાગલપુરમાં રાષ્ટ્રવ્યાપી મેગા કિસાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સમાં, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તા હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે. તેમણે કહ્યું કે પીએમ કિસાન યોજનાના છેલ્લા 18મા હપ્તામાં, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા 20,665 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.આજે 19મા હપ્તામાં લગભગ 9.80 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં લગભગ 22,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ, ખેડૂતોના બેંક ખાતામાં સીધા ત્રણ હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજના શરૂ થયા પછી, ખેડૂતોના ખાતામાં લગભગ 3.46 લાખ કરોડ રૂપિયા જમા થયા છે. 19મો હપ્તો જારી થતાં જ કુલ 3.68 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામા. પહોંચ્યા. નાના ખેડૂતોને વાવણી સમયે ખાતર અને બિયારણની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો અને તેમને વ્યાજ પર લોન લઈને પોતાની જરૂરિયાતો પૂરી કરવી પડતી હતી.
ખેડૂત આ ભંડોળમાંથી જરૂરી કૃષિ સંબંધિત ખર્ચાઓ પૂર્ણ કરે છે. પીએમ કિસાન પર આઈઆમપીઆરઆઈ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, આ યોજના હેઠળ મળેલી રકમથી ખેડૂતોની સમસ્યાઓ હલ થઈ છે અને લોન લેવામાં આવતા અવરોધો દૂર કરવામાં મદદ મળી છે. ખેડૂતોને આર્થિક સહાય કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2019માં પીએમ કિસાન સન્માન યોજના શરૂ કરી હતી, જે દુનિયાની સૌથી મોટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર સ્કીમ છે. આ યોજનાથી ખેડૂતોને ખેતી કરવા માટે જરૂરી ખાતર બિયારણ ખરીદવામાં આર્થિક સહાય મળી રહે છે.
જો હપ્તો ન આવ્યો હોય તો શું કરવું?
જો તમને આ યોજનાના નોંધણીમાં કોઈ સમસ્યા આવી રહી છે, અથવા તમારા હપ્તાને લગતી કોઈ સમસ્યા છે, અથવા અન્ય કોઈ પ્રશ્ન છે, તો આ માટે તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર ફાર્મર કોર્નરમાં હેલ્પ ડેસ્ક પર જવું પડશે.હેલ્પ ડેસ્ક પર ક્લિક કર્યા પછી, અહીં તમારો આધાર નંબર, એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરો. “ગેટ ડિટેલ્સ” પર ક્લિક કરવાથી ક્વેરી ફોર્મ દેખાશે. અહીં, એકાઉન્ટ નંબર, ચુકવણી, આધાર અને અન્ય સમસ્યાઓ સંબંધિત વિકલ્પો ડ્રોપ ડાઉનમાં આપવામાં આવ્યા છે. તમારી સમસ્યા અનુસાર તેને પસંદ કરો અને તેની વિગતો નીચે લખો. હવે તેને સબમિટ કરો.યોજનાના પાત્ર લાભાર્થીઓ કોમન સર્વિસ સેન્ટર દ્વારા પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ ઉપરાંત, યોજના માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા સ્થાનિક પટવારી, મહેસૂલ અધિકારી અને નોડલ અધિકારી જ ખેડૂતોની નોંધણી કરાવી રહ્યા છે.