ગરમીને ઘ્યાને લઇ રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારીનો પરિપત્ર જાહેર
હાલ રાજકોટ સહિત સમગ્ર રાજયભરમાં અસહ્ય ગરમી પડી રહી છે. ત્યારે ગરમીને ઘ્યાને લઇ નાના બાળકોના સ્વાસ્થ્યની કાળજીને અનુલક્ષી રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાઘ્યાયે પરીપત્ર બહાર પાડી પ્રાથમીક શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. પ્રાથમીક શાળાઓમાં સવારના ૭.૩૦ થી ૧૧.૩૦ સુધીનો સમય રાખવામાં આવ્યો છે.
રાજકોટ જીલા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાઘ્યાયના જણાવ્યા મુજબ રાજકોટમાં છેલ્લા ૧૦ દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે. ત્યારે ખાનગી અને સરકારી બન્નેની પ્રાથમીક શાળાના બાળકોને ૭.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધીનો સમય નકકી કર્યો છે. આથી નાના બાળકોને ગરમીમાંથી રાહત મળી શકે અને બપોરે ૧૨.૩૦ થી ૧.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેતી શાળાઓને ૧૧.૩૦ વાગે બાળકોને છોડી મુકવાનો હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, અસહ્ય ગરમીના કારણે ગઇકાલે રાજકોટ એન.એસ.યુ. આઇ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાજકોટના ડી.ઇ.ઓને શાળાના સમયમાં ફેરફાર કરવા માંગ કરાઇ હતી. આ માંગને ઘ્યાને લઇ આજે રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારીએ પરીપત્ર જાહેર કર્યો હતો. અને પ્રાથમીક શાળાનો સમય સવારે ૭.૩૦ થી ૧૧.૩૦ સુધીનો
કર્યો છે.