એકબાજુ સરકારના ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ સહિત કાર્યક્રમો યોજી શિક્ષણને પ્રોત્સાહન અપાય અને બીજી બાજુ એચ. ટાટની પરીક્ષામાં અર્ધો લાખ શિક્ષકો ‘ઢ’ સાબિત થયા
રાજય સરકાર દ્વારા એકબાજુ પ્રામિક શિક્ષણને મજબૂત બનાવવા માટે જાત જાતની શિબિરો, સેમિનારો, ગુણોત્સવો કરવામાં આવે છે. પ્રામિક શિક્ષક વધુમાં વધુ જ્ઞાનવર્ધક બને તે માટેની તમામ કવાયતો સરકાર દ્વારા આખું વર્ષ કરવામાં આવતી રહે છે. પરંતુ એચટાટનું પરિણામ દર્શાવે છે કે રાજયમાં પ્રામિક શિક્ષણ ખાડે ગયું છે. અડધો લાખી ્વધુ શિક્ષકો નાપાસ યા તો પછી આ શિક્ષકોનાં જ્ઞાનસંવર્ધન માટે કરોડો રૂપિયા ક્યાં વપરાયા તે એક સવાલ છે.
રાજ્યની પ્રામિક શાળાઓમાં આચાર્ય (મુખ્યશિક્ષક)ની ખાલી જગ્યાઓ ભરવા માટે લેવાયેલી એચ ટાટની પરીક્ષાનું માત્ર ૫. ૫૨ ટકા જેટલું અતિશય કંગાળ પરિણામ આવતાં રાજ્યમાં પ્રામિક શિક્ષણ કેટલી હદે ખાડે ગયું છે તેનો પુરાવો સાંપડ્યો છે. આ પરીક્ષા પાસ નહીં કરી શકેલા અડધા લાખી વધુ શિક્ષકો કયાં સ્તરનું તેમના વિર્દ્યાીઓને શિક્ષણ આપતા હશે તે હવે કોઇની પણ કલ્પનાનો વિષય છે. સરકાર છાસવારે ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજે છે પરંતુ આ પરિણામો પછી રાજ્યની પ્રામિક શાળાઓમાં ભરતી કરાયેલા શિક્ષકોની ગુણવત્તા અંગે જ મોટો સવાલ ઊભો યો છે.
ગુજરાતમાં પ્રામિક શાળાઓમાં આચાર્ય (મુખ્ય શિક્ષક)ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ોડા સમય પહેલા એચ ટાટની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં અંદાજે ૫૩૬૮૫ જેટલા ઉમેદવારો ઉપસ્તિ રહ્યા હતા. તાજેતરમાં જાહેર યેલાં આ પરીક્ષાના પરિણામમાં કુલ ૫૦૭૨૨ શિક્ષક ઉમેદવારો નાપાસ યા છે. માત્ર અને માત્ર ૨૯૬૩ શિક્ષકો એચ ટાટનો કોઠો ભેદી શક્યા છે. આ પરીક્ષા આપવા માટે ઓછામાં ઓછો પાંચ વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ ફરજિયાત લાયકાત હતી. પરંતુ, આટલો અનુભવ ધરાવનારા શિક્ષકોએ જ જે ધોળકું ધોળ્યું છે તે પરી રાજ્યમાં પ્રામિક શિક્ષણમાં કેવું લોલમલોલ ચાલે છે તેનો પર્દાફાશ ઇ ગયો છે.
રાજય સરકાર દ્વારા પ્રામિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ગુણોત્સવ, શૈક્ષણિક શિબિરો અને ચિંતન શિબિરો કરવામાં આવે છે તે બધી માત્ર કાગળ પરની કવાયતો હોવાનું આ પરિણામો પરી પુરવાર યું છે. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.૧ી ૮ માં આચાર્ય એટલે કે મુખ્ય શિક્ષકની ભરતી માટે એચટાટની પરીક્ષા લેવામાં આવી હતી. અપર પ્રાયમરી અને લોઅર પ્રાયમરી એમ, બન્ને વિભાગનું સંચાલન કરી શકે તેવા ઉમેદવારો મેળવવા માટે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પ્રામિક શાળાઓમાં વિર્દ્યાીઓને અભ્યાસ કરાવવાનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ ધરાવતાં હોય તેવા શિક્ષકો જ આ પરીક્ષા આપી શકે તેવા નિયમો નક્કી કરવામાં આવ્યા હતા.જોકે, આ પરીક્ષા આપનારા ૫૦ ટકાી વધુ ઉમેદવાર શિક્ષકો તો એવા હતા કે જેઓ ૧૦ કે ૧૫ વર્ષનો અનુભવ ધરાવે છે. મતલબ કે એક દાયકા કરતાં પણ વધારે સમયી શિક્ષણ આપી રહેલા આ શિક્ષક ઉમેદવારો આટલા સમયી વિર્દ્યાીઓની કારકિર્દી રગદોળી જ રહ્યા છે. અત્યારના સ્પર્ધાત્મક જમાનામાં રાજ્યના લાખો વિર્દ્યાીઓનો પ્રામિક શિક્ષણનો પાયો જ કાચો રહી ગયો છે તે નક્કી છે. આ વિર્દ્યાીઓ માટે શિક્ષકોની ભરતીમાં પણ ગુણવત્તાના કોઇ ધારાધોરણો જળવાયાં ની એ પણ નક્કી ઇ ગયું છે.
ઉપરી નીચેના સ્તરે બધું લોલમલોલ ચાલે છે અને ભાવિ પેઢીની કારકિર્દી સો ચેડાં ઇ રહ્યાં છે. આ પરીક્ષામાં નાપાસ યેલા શિક્ષકોની શિક્ષક તરીકેની સજ્જતાનું પુન:મૂલ્યાંકન કરવાનો સમય પાકી ગયો છે પરંતુ સરકાર એટલી તકેદારી દાખવશે કે કેમ તે એક સવાલ છે.