ઠેર-ઠેરથી અભિનંદન: શાલ ઓઢાડી બહુમાન કરાયું

ઉપલેટા શહેરનાં અગ્રણ્ય એડવોકેટ અને ગુજરાતી દરજી સમાજનાં આભુષણ સમાન સત્યેન ચાવડાની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુક કરતા તેઓનું શાલ ઓઢાડીને બહુમાન કરાયું હતું. સમાજનાં તમામ વર્ગના લોકોએ આ નિમણુકને આવકારી શુભેચ્છા પાઠવી હતી. શહેરમાં છેલ્લા ૧૮ વર્ષથી એડવોકેટ તરીકે પ્રેકટીશ કરતા સત્યેનભાઈ ચાવડાની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુક થતા રાજકોટ જીલ્લા ગુજરાતી સમાજ સાથે ઉપલેટા શહેરનું ગૌરવ વધારેલ છે. સત્યેનભાઈ ચાવડા એડવોકેટની પ્રેકટીસની સાથે સાથે ૧૨ વર્ષ સુધી ઉપલેટા બાર એસો.ના જોઈન્ટ સેક્રેટરી તરીકે રહી ચુકયા છે.

આ ઉપરાંત ઉપલેટા ગુજરાતી દરજી સમાજના કારોબારીના સભ્ય, સૌરાષ્ટ્ર સર્વોદય સેવા ટ્રસ્ટ સહિત વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે સંકળાઈને તેઓ સેવા આપી રહ્યા છે. સત્યેનભાઈ ચાવડાની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુક થતા તેઓનું વર્તુળ તરફથી શાલ ઓઢાડી સન્માન કરતા તાલુકા મામલતદાર જી.એમ.મહાવદિયા, નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, જેસીઆઈનાં પૂર્વ પ્રમુખ હારૂનભાઈ માલવિયા, મેમણ સમાજનાં અગ્રણી વેપારી રિયાજભાઈ તાલુ, ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ વિનુભાઈ ઘેરવડા, ઓલ ઈન્ડિયા મેમણ જમાત સૌરાષ્ટ્ર ઝોનનાં યુથ વિંગનાં પ્રમુખ યાસિન ડેડા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં સભ્ય ભરતભાઈ રાણપરીયા, પત્રકાર સંઘનાં કૃષ્ણકાંતભાઈ ચોટાઈ, કિરીટભાઈ રાણપરીયા નજરે પડે છે. સત્યેનભાઈ ચાવડા નોટરી બનતા ઉપલેટા શહેરનું ગૌરવ વધારતા બાર એસો.નાં પ્રમુખ રમણીકભાઈ સુતરીયા, મેમણ જમાતનાં પૂર્વ પ્રમુખ ભોલાભાઈ ધોરાજીવાળા, નગરશેઠ અમિતભાઈ શેઠ, સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટનાં મિલનભાઈ ગજેરા, મનોજભાઈ સોલંકી, ભરતભાઈ સોજીત્રા, ડી.ડી.જવેલર્સવાળા દેવેનભાઈ ધોળકિયા, એડવોકેટ કિશોરભાઈ રાણીંગા, વિરલભાઈ કાલાવડિયા, મેમણ સમાજના અગ્રણી અલ્તાફભાઈ, ઈમરાનભાઈ,

શાંતી સદભાવના મંડળનાં હરસુખભાઈ રાજપરા, મેમત સમાજનાં યુસુફભાઈ સોરઠીયા, જે.સી.આઈનાં પૂર્વ ઉપપ્રમુખ શાકિર માલવિયા સહિતનાં અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.