અનિરૂધ્ધસિંહ, ગાયત્રીબાને પણ ગોલ્ડ મેડલ
જામનગરમાં નાનપણથી સ્પોટ્સમાં રૂચિ રાખનાર રિક્ષા ચાલક રમેશ પરમારના સાવ સામાન્ય એવા ગરીબ પરિવારમાં થી આવતા સંજય પરમારે કુસ્તી અને યોગ માં ધ્યાન આપવાનું શરુ કર્યું હતું અને તાજેતર માં રાજકોટ ખાતે નેશનલ સપોટ્સનું આયોજન થયેલ હતું જેમાં ગોલ્ડ મેડલ મેળવી નેપાળ ખાતે યોજાયેલ એસોસિયેશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોટ્સ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું સદભાગ્ય સાપડયું હતું.
નેપાળ જવાના અંદાજિત 30 હજારના ખર્ચના પણ સાસા હતા ત્યારે જામનગરના સાંસદ પૂનમ માડમ, હિતેશ ભાનુશાલી, સમન પવાર, કરશન ધેયાળા અને પરિવારનો સહયોગ મળતા અંતે તે અને જામનગરના અન્ય ચાર યુવાનો અને બે યુવતી ઓ નેપાળ પહોંચ્યા હતા જેમાં કુસ્તીમાં સંજય પરમારે ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કર્યું હતું. તેવીજ રીતે સોઢા અનિરુદ્ધસિંહને ગોલ્ડ અને યોગમાં જાડેજા ગાયત્રીબા અમરસિંહને ગોલ્ડ મેડલ મળેલ હતો,ભારત માંથી એકસો લોકોને નેપાળના પોખરા ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને સફળતા મેળવે હતી. સંજય પરમાર હાલ ગરીબ બસ્તીમાં રહેતા 50 બાળકોને અભ્યાસ કરાવે છે ઉપરાંત દીકરીઓને સેલ્ફ ડિફેન્સ ની વિના મૂલ્યે તાલીમ આપે છે અને ગુજરાત સરકાર દ્વારા યોગના પણ માન્ય ટીચર તરીકે સેવા આપે છે, તેવીજ રીતે ગાયત્રીબા અને અનીરુધસિહ પણ વિવિધ સેવાઓમાં આપે છે.