ગોંડલના આર્ટીસ્ટનુ એક પેઇન્ટીંગ વડાપ્રધાન કાર્યાલયમાં પણ રખાયું છે
ગોંડલના પેઇન્ટ આર્ટીસ્ટે ગોંડલનુ ગૌરવ વધાર્યુ છે. આર્ટીસ્ટ ભરતભાઇ તલસાણીયાનુ જૂનાગઢ તળેટીનું વોટર પેઇન્ટીંગ પશ્ર્ચિમ બંગાળ ખાતે આગામી એકિઝબીશન માટે સિલેકટ થયુ છે. આ કલાકારે અગાઉ પણ અનેક પુરસ્કાર મેળવ્યા છે. કલાકાર ભરતભાઇનુ એક પેઇન્ટીંગ વડાપ્રધાન કાર્યાલયનાં પણ સ્થાન પામ્યું છે.
આંતરરાષ્ટ્રીય વોટરકલર સોસાયટી દ્વારા એક્ઝિબિશન વર્કશોપનું આયોજન કરવામા આવેલ જેમાં વોટર કલર કલાકારોની કૃતિઓના સિલેક્શન મા ગોંડલ ના કલાકાર ભરત તલસાનીયા નું પેઇન્ટિંગ સિલેક્ટ થવુ છે આ એક્ઝિબિશન આગામી તારીખ 20, 21, 22 માર્ચ 2021ના અલીપુરદ્વાર (પશ્ચિમ બંગાળ) ખાતે પ્રદશિત થશે. ભરત તલસાનીયા એ લેન્ડસ્કેપ જુનાગઢ તળેટી નું બનાવેલ છે જે પસંદ થતા ગુજરાતનું ગૌરવ વધ્યું છે, વર્ષ 2017 માં વડનગર કલા પ્રતિષ્ઠા ના આર્ટ શિબિર માં તેમની કૃતિ ને બેસ્ટ લેન્ડસ્કેપ એવોર્ડ મળ્યો હતો. તેને પી એમ નરેન્દ્રભાઈ મોદીની દિલ્હી ની કાર્યાલય માં સ્થાન મળ્યું છે.