અબતક ,ઋષિ દવે, રાજકોટ.
સૌરાષ્ટ્રના ક્રિકેટ જગત માટે આજે ગૌરવવંતો દિવસ છે.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ટીમ સૌરાષ્ટ્રના પૂર્વ કેપ્ટન જયદેવ શાહને શ્રીલંકા સામેની ટી-20 અને ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેઓ આ શ્રેણીમાં ક્રિકેટ બોર્ડનું પ્રતિનિધિત્વ કરશે.સૌરાષ્ટ્ર-ગુજરાત માટે આ ગૌરવની વાત છે.સૌરાષ્ટ્ર ના ક્રિકેટરો વિશ્વમાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે જયદેવ શાહને ટીમ ઇન્ડિયામાં મહ્ત્વનું સ્થાન મળતા તેમણે BCCI ના સેક્રેટરી જયભાઈ શાહનો હૃદય પૂર્વ આભાર વ્યક્ત કરી ખુશીની લાગણી વ્યક્ત કરી છે.
BCCI ના સેક્રેટરી જયભાઈ શાહ નો હ્રદય પૂર્વક આભાર : જયદેવ શાહ
જયદેવભાઈ શાહે સૌરાષ્ટ્ર રણજી ટીમની કમાન બખૂબી રીતે નીભાવી છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ છે .જયદેવભાઈ શાહે અબતક મીડિયા સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હું આજે ખૂબ ખુશ છું.હાલમાં લખનૌથી ટીમ ઇન્ડિયા સાથે જોડાઇશ.BCCI ના સેક્રેટરી જયભાઈ શાહ નો જયદેવભાઈએ હ્રદય પૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો છે. જયદેવભાઈને ભારતીય ક્રિકેટ બોર્ડનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી મળતાં સૌરાષ્ટ્રના ગૌરવમાં વધુ એક પીંછું ઉમેરાયુ છે.
ભારત-શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 અને બે ટેસ્ટ મેચમાં જયદેવ શાહ
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિ બનીને ટીમની સાથે રહેશે
આગામી 24 ફેબ્રુઆરીથી ભારત-શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 અને બે ટેસ્ટ મેચ રમાવાની છે ત્યારે તેમાં ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિ બનીને જયદેવ શાહ ટીમની સાથે રહેશે સાથેજ ટીમ મેનેજર જેવી મહત્ત્વની જવાબદારી પણ તેઓ સંભાળશે.ભારત શ્રીલંકા વચ્ચે પ્રથમ મુકાબલો લખનૌમાં રમાયા બાદ બાકીના બે મેચ ધર્મશાલામાં રમાશે.ટી 20 મેચ બાદ ટેસ્ટ શ્રેણી શરૂ થશે જેની પ્રથમ મેચ મોહાલીમાં રમાશે. મોહાલીમાં રમાનાર આ મેચ ખૂબ મહત્ત્વની બની રહેશે કારણ કે આ મેચ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના કરિયરની 100મી ટેસ્ટ મેચ હશે.