વૈશ્વિક મહામારી કોરોના વાયરસ જેનાથી સમગ્ર વિશ્વ ભયભીત થયેલું છે. આવા કપરા સમયમાં પોતાના સ્વાસ્થ્ય અને પરિવારની ચિંતા કર્યા વગર ભાવનગરમાં છેલ્લા બે મહિનાથી દિવસ કે રાત જોયા વગર સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવીને રાષ્ટ્ર સેવામં એક અમુલ્ય યોગદાન આપનાર પુરુષ સમોવડી દીકરીએ રાજુલા શહેરનું નામ રોશન કરેલ છે. પાયલબેન હિંમતભાઈ જાલંધરા કે જેઓએ એમબી બીએસ કરેલ છે. રાજુલામાં પંચોળી આહિર સમાજના અગ્રણી અને અમરેલી જિલ્લાના રાજકારણમાં જેનું નામ આદર અને ગૌરવધી લેવાય છે તેવા બાબુભાઈ રણછોડભાઈ જાલંધરા પરિવારના છે. તેમની આ કામગીરી બદલ માત્ર પંચોળી આહિર સમાજ જ નહીં પરંતુ રાજુલા શહેરના દરેક બુદ્ધિજીવી વર્ગ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે અને અભિનંદન પાઠવે છે.
Trending
- Sachet-Paramparaના ઘરે ગુંજી કિલકારી, કપલએ શેર કરી બાળકની ઝલક
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!