આ સમિતિ શહેરી સહકારી બેંકોને મજબૂત બનાવવા આરબીઆઇને સૂચનો કરશે
અર્બન કો.ઓ. બેંકનું માળખું મજબૂત બનાવવા કમીટીમાં રિર્ઝવબેંક ઓફ ઇન્ડિયાએ જયોતિન્દ્રભાઇ મહેતાની વરણી કરી છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯માં તાજેતરમાં કરવામાં આવેલ સુધારા પછી અર્બન કો-ઓપરેટીવ બેંકોનું માળખુ મજબુત બને તે માટેનો રોડમેપ તૈયાર કરવા માટે એક્સપર્ટ સમિતિનું બંધારણ રિઝર્વ બેંક ઓફ ઇંડીયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેના ચેરમેન તરીકે આર.બી.આઇ.ના પૂર્વ ડેપ્યુટી ગર્વનર એન. એસ. વિશ્ર્વનાનની વરણી કરવામાં આવી છે. આ સમિતિમાં સહકારી અગ્રણી અને નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેંકસ એન્ડ ક્રેડિટ સોસાયટી (નાફકબ)ના ચેરમેન જયોતિન્દ્રભાઇ મહેતાની વરણી કરવામાં આવી છે. આ સમિતિમાં કુલ ૬ સભ્યો લેવામાં આવ્યા છે.
ઇ.સ. ૧૯૮૬થી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ડિરેકટર તરીકે સેવારત જ્યોતિન્દ્રભાઇ મહેતા સાડા ત્રણ દાયકાનો સહકારી ક્ષેત્રનો અનુભવ ધરાવે છે. તેઓ પૂર્વ ચેરમેન અને ડિરેકટર-રાજકોટ નાગરિક સહકરી બેંક લિ., અધ્યક્ષ-ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશન, સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ નાફકબના પ્રેસિડન્ટ, અખિલ ભારતીય સહકાર ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પેટ્રન, એનસીયુઆઇના ડિરેકટર, એનસીડીસીના કાઉન્સીલર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અકલ્પનીય સફળ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટે તેઓની ભૂમિકા પાયાના પથ્રની રહી છે. આવી જ રીતે ગુજરાત અર્બન ફેડરેશન દ્વારા સતત બે વખત કે.જી. ટુ પી.જી.ના વિર્દ્યાીઓને અદ્યતન શિક્ષણ માટે ઉપયોગ કોમ્પ્યુટર સરળ હપ્તેથી મળી રહે તે માટે ફલડ આઇ.ટી. પ્રોજેક્ટ કરેલો અને લાભ બહોળી સંખ્યામાં વિર્દ્યાીઓએ લાભ લીધો હતો.
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ચેરમેનપદે કાર્યરત જ્યોતિન્દ્રભાઇ મહેતાએ ઇ.સ. ૨૦૧૨-૨૦૧૩માં બેંકના ષષ્ઠીપૂર્તિ વર્ષ અંતર્ગત ૬૦ હજારી વધુ સેવિંગ્ઝ ખાતા ખોલાવી ફાઇનાન્સીયલ લીટરસી માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
હાલમાં તેઓ અદ્યતન ટેકનોલોજીનો લાભ નાની અને મધ્યમ કદની સહકારી બેંકોને સરળતાી મળી રહે તે માટે સહકારી બેંકોને માટે અંબ્રેલા ઓર્ગેનાઇઝેશનનો ડ્રીમ પ્રોજેક્ટનું સુકાન સંભાળી રહ્યા છે. છેવાડાના માનવીની સતત ચિંતા કરતા, સરળ અને સહકારી ક્ષેત્રના અદના કાર્યકર જ્યોતિન્દ્રભાઇ મહેતા (મો. નં.૯૪૨૭૬૧૩૭૦૧)ને વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.