જીટીયુના 14માં સ્થાપના દિને રાજકોટનાં પ્રો. જૈમીન સંઘાણીનું “જીટીયુ કોરોના વોરીયર” તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. જી.ટી.યુ. કોરોના વોરીયર જૈમીન જયેશભાઈ સંઘાણીએ જીટીયુની વેબસાઈટ ઉપર ર30 લેક્ચર્સ અપલોડ કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ રહયા હતા.
ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે દેશ-વિદેશમાં રાજ્યનું નામ રોશન કરનાર અને ગુજરાતની સેોથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે ગુજરાત ટેકનોલોજીક યુનિવર્સિટી (જીટીયુ)એ 13 વર્ષ પૂર્ણ કર્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડીજીટલ માધ્યમ થકી જીટીયુએ તેના 14માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. જી.ટી.યુ. કોરોના વોરીયર જૈમીન જયેશભાઈ સંઘાણીએ જીટીયુની વેબસાઈટ ઉપર ર30 લેક્ચર્સ અપલોડ કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ રહયા હતા.
લોકાડાઉનના સમયમાં ગુજરાત ટેકનોલોજીક યુનિવર્સિટી જી.ટી.યુ.એ. ગુજરાતના તમામ કોલેજનાં પ્રાધ્યાપકોને વેબસાઈટ પર લેક્ચર અપલોડ કરવા આહવાહન આપ્યુ હતું. જેનો લાભ દેશ-વિદેશનાં અને ગુજરાતના તમામ વિધાર્થીઓ લઈ શકે. લોકડાઉન સમયમાં વિધાર્થીઓના ભણતરને કોઈપણ પ્રકારની હાનિ ના થાય તે માટે જીટીયુના ફેકલ્ટી દવારા 8000 થી વધુ વિડિયો લેકચર્સ રેકોર્ડ કરીને અપલોડ કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત એકેડેમીક વોરીયર્સની કેટેગરીમાં કુલ 63 જીટીયુ કોરોના વોરીયર્સને સન્માનિત કરવામાં આવ્યા. જેમાંથી રાજકોટનાં પ્રો. જૈમીન જયેશભાઈ સંઘાણી પણ “જીટીયુ કોરોના વોરીયર” તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રો.જૈમીન સંઘાણીના કુલ ર30 (બસ્સો ત્રીસ) લેકચરની આ વેબસાઈટ પર અપલોડ કરી પ્રથમ રહયા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જીટીયુનાં કુલપતિ પ્રો.ડો.નવીનભાઈ શેઠ, કુલસચિવ ડો.કે.એન.ખેર, જી.એસ.એમ.એસ.ના ડાયરેક્ટર ડો. પંકજરાય પટેલ, બોર્ડ ઓફ ગર્વનન્સનાં મેમ્બર પ્રો.એસ.ડી.પંચાલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ભૂતપૂર્વ આચાર્ય ડો. હિતેશ જાની, ધ ઈન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલના પ્રિન્સિપલ કાઉન્સેલર એસ.કાર્તિયન ડીજીટલ માધ્યમ થકી ઉપસ્થિત રહયા હતા.
પ્રો. જૈમીન સંઘાણી ધર્મ અને વિજ્ઞાનના સમન્વયનું ઉતમ ઉદાહરણ છે. જૈન પર્યુષણનાં પાવન પર્વમાં છેલ્લા ચાર વર્ષથી નવાઈ-નવ દિવસ ગરમ પાણી પર જ ઉપવાસ કરે છે. આજના ટેકનોલોજી યુગમાં એન્જીનીયરીંગમાં ઉત્તમ કાર્ય સાથે ધર્મનો અભ્યાસ કરી પ્રો.જૈમીન સંઘાણીએ નવયુવાનો માટે એક આદર્શ પુરૂ પાડેલ છે.
પ્રો. જૈમીન જયેશભાઈ સંઘાણીની વિશિષ્ટ સિદ્ધિ બદલ વી.વી.પી. ઈજનેરી કોલેજનાં મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો.નરેન્દ્રભાઈ દવે, આચાર્ય ડો.જયેશ દેશકર તેમજ ધોળકીયા સ્કુલનાં ડો.કૃષ્ણકાંતભાઈ ધોળકીયા, જીતુભાઈ ધોળકીયા,ગોકાણી સાહેબ, પિતા જયેશભાઈ સંઘાણી, માતા તૃપ્તીબેન સંઘાણી, ભાઈ અપૂર્વ સંઘાણી, સ્વ.કલાવતીબેન રસીકલાલ સંઘાણી પરિવાર, સ્વ. સવિતાબેન નીમચંદ મહેતા પરિવાર મુંબઈ, સ્વ.લલિતાબેન રમણીકલાલ શાહ પરિવાર તથા સમગ્ર પ્રાધ્યાપક ગણ, કર્મચારીગણ તથા વિધાર્થીગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેઓનાં મોબાઈલ નંબર 94ર9પ63401 પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.