ફિલ્મમા એક સીનમાં સાચુ રડીને કરી નેચરલ એક્ટિંગ, અજય દેવગણ પણ ભાવુક થઈ ગયા
પરિવાર સાથે ફિલ્મો જોવા જાવી અને સમય વિતાવવો ખૂબ જ ગમે છે:હિરવા ત્રિવેદી
અજય દેવગન અને તબ્બુની બોલીવુડ ફિલ્મ ભોલા 30 માર્ચે રિલીઝ થઈ. તેમાં અજય દેવગણની દિકરીનું પાત્ર ભજવનાર રાજકોટ અને ગુજરાતનું ગૌરવ એટલે 9 વર્ષની નાની એવી ઢીંગલી હિરવા ત્રિવેદી. જ્યારે નાના ભૂલકાઓ ખેલકૂદમાં વ્યસ્ત હોય ત્યારે પાંચ વર્ષની નાની ઉંમરે હીરવા ત્રિવેદીએ એક જાહેરાતમાં અભિનય દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી. ત્યારબાદ ફક્ત દસ દિવસ બાદ જ હિરવા એ ટીવી સિરિયલમાં પદાર્પણ કર્યુ. તેણીએ સ્ટાર પ્લસ, ઝી ટીવી અને સોની સબ જેવી નેશનલ ચેનલોની 4 ટીવી સીરિયલ જેવી કે ‘દિલ જૈસે ધડકને દો’, ગુમ હે કિસી કે પ્યાર મે, કાશીબાઈ બાજીરાવ બલ્લાલ અને શુભ લાભ જેવી ટીવી સીરિયલ માં પણ કામ કરી ચુકી છે.ત્યારે આ બાળકી એ હવે બોલીવૂડ ની ભોલા ફિલ્મ દ્વારા અભિનય ક્ષેત્રમાં પદાર્પણ કર્યુ
ફિલ્મમાં હિરવા એ તેના કિરદાર વિષે જણાવતા કહ્યુ કે ફિલ્મમા તેણીનું નામ જ્યોતિ છે. જેમાં તેને એક રડવાનો સીન આપવાનો હોય છે.જેમાં તે ગ્લિસરીન દ્વારા ખોટા આંસુઓની જગ્યાએ સાચું રડે છે. ત્યારે અજય દેવગણ પણ તેમની સાથે ભાવુક થઈ જાય છે.
આ આખો સીન ફ્કત એક જ શોટ માં આપવાથી અજય દેવગણે તેણીને વન શોટ ગર્લ નામ આપ્યુ. તેમજ વધુમાં ટેણીય જણાવ્યું હતું કે તેને ફેમિલી સાથે સમય પસાર કરવો અને ખાસ કરીને પરિવાર સાથે ફિલ્મો જોવા જવી ખૂબ જ ગમે છે. તેણી શાળામાં મસ્તીખોર પણ એટલી જ છે. અને ઘરમાં પપ્પા કરતા મમ્મી વધુ સ્ટ્રિક્ટ હોય છે સાથે કરિયરમાં પણ માતાપિતાનો મોટો ફાળો છે. આ સાથે જ તેણીએ જનતાના સપોર્ટ માટે તેણીએ દરેક વ્યક્તિનો આભાર પ્રગટ કર્યો હતો તેમજ ફેન્સ વધુને વધુ સહકાર આપે તેવી વિનંતી કરી હતી.
અભિનય સાથે ભણતર તેમજ કરાટે અને બાસ્કેટબોલમાં પણ રુચિ: હિરવા ત્રિવેદી
હીરવા ત્રિવેદીએ અબતક સાથેની ગપશપમાં ફિલ્મના અનુભવ, તેના કિરદાર વિશે જણાવ્યું તેમજ તેણે પોતાની નીજી જિંદગીમાં પ્રકાશ પાડતા પોતાની ખાટી મીઠી વાતો વર્ણવી હતી. હિરવાએ જણાવ્યું હતું કે તે પોતાની અભિનય ક્ષેત્રની કારકિર્દી ખૂબ જ માણી રહી છે. તે મજા આ સાથે ફક્ત અભિનય જ નહીં પરંતુ તેને ડાન્સિંગ અને સ્વિમિંગનો પણ શોખ છે આ સાથે તેઓ ભણવામાં પણ હર હંમેશ અવ્વલ આવતા રહ્યા છે. તેણી શૂટિંગ ના ખાલી સમયમાં પણ વાંચન માટે ફાળવે છે. આ સિવાય ડાન્સિંગની પણ ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે.