રાજકોટનું ઘરેણું કહી શકાય તેવી દિવ્યાનીબા ઝાલાએ થોડા સમય પહેલા એથ્લેટસમાં ગુજરાત માટે ગોલ્ડ મેડલ મેડલ મેળવ્યો છે. ત્યારે આવનાર સમયમાં દિવ્યાનીબા ઝાલા આવનાર સમયમાં હરિયાણા પંજાબમાં યોજાનાર એથ્લેન્ટિકમાં ગુજરાતનું પ્રતુનિધિત્વ કરવા જઈ રહી છે. અને ત્યાથી સિલેક્ટ થયા બાદ આફ્રિકાના કેન્યામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જનાર છે.
ત્યારે આજરોજ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવેલ એથ્લેટ્સ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર સ્પોર્ટ્સ અને કલચર કાઉન્સિલ દ્વારા ગોલ્ડ મેડલ જીતનાર દિવ્યાનીબા મહેન્દ્રસિંહ ઝાલાનું સન્માન અને અવનારી સ્પર્ધાઓ માટે શુભેચ્છા પાઠવવા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છ ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ અને રાજકોટ પોલીસના ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા ઉપસ્થિત રહી દિવ્યાનીબાને શુભેચ્છા પાઠવી હતી.
રાજકોટનું રત્ન કહી શકાય એવી દિવ્યાનીબાને ગુજરાત માટે ગોલ્ડ મેડલ અપાવ્યું: રાજુભાઈ ધ્રુવ
ભાજપના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે..દિવ્યાની મહેન્દ્રસિંહ ઝાલા ખરાઅર્થમાં રાજકોટનું રતન છે. એક એવી દીકરી કે જેમણે અનેક કઠણાઈઓ, સંઘર્ષોની વચ્ચે પણ ક્યારેય હાર માની નથી. કોરોના મહામારીમાં પોતાની પ્રેક્ટિસ છોડી નહિ. જ્યાં મોકો મળે ત્યાં એમણે પોતાની એથ્લેટ્સની પ્રેક્ટિસ કરી છે. દિવ્યાની 31મી તારીખે પંજાબમાં નેશનલ એથ્લેટ્સમાં ભાગ લેવા માટે જઇ રહી છે. ત્યાં 100 મિટર અનેં 200મીટરની દોડમાં ભાગ લેનાર છે. અને ત્યાં ક્વોલિફાઇડ થયા બાદ નાઇરોબી આફ્રિકા ખાતે દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે જશે. રાજકોટ રેસકોર્સ અને એથ્લેટીક ગ્રાઉન્ડ આ જગ્યા પર
અનેક તાલુકાઓમાંથી ગામો માંથી વિદ્યાર્થીઓ સ્પર્ધાતમક પરીક્ષામાં ભાગ લેવા માટે આવતા હોય છે. ત્યારે ખરા અર્થમાં રમતવીર કહી શકાય તેવી આ દીકરી છે. અનેક હાર્ડમાંરીઓ વચ્ચે પણ રાજકોટનું નામ રોશન કરી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રીએ દિવ્યાનીને શુભેચ્છા સંદેશો પાઠવ્યો છે. રાજકોટની સમગ્ર જનતા વતી અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે તેમજ સૌરાષ્ટ્ર સ્પોર્ટ્સ અને કલચર કાઉન્સિલના સભ્ય તરીકે દેવયાનિને શુભેચ્છા પાઠવવા અને તેમનું સન્માન કરવા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
રાજકોટની દિકરી પંજાબમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે તે ખુશીની વાત: મનોહરસિંહ જાડેજા (ઝોન-2)
ડીસીપી ઝોન2 મનોહરસિંહ જાડેજાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટ કોર્પોરેશનનું એથેલેટિકસ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતા લોકો દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની દીકરી દિવ્યાનીબા ઝાલા એથ્લેટીક્સમાં ગુજરાતમાં પ્રથમ આવેલા છે. જે હવે પંજાબમાં નેશનલ રમવા અને ત્યાંથી આફ્રિકાના કેન્યામાં ઈન્ટરનેશનલ એથ્લેટ્સ રમવા માટે જઈ રહ્યા છે ત્યારે તેમને સી ઓફ કરવા અને શુભેચ્છા આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાતની જેમ ભારતને પણ ગોલ્ડ મેડલ અપાવવું મારૂ સ્વપ્ન: દિવ્યાનીબા ઝાલા
એથ્લેટ્સ દિવ્યાનીબા ઝાલાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજ્યકક્ષાએ ગોલ્ડમેડલ મેળવી ખૂબ ખુશી અને ગર્વ થઈ રહ્યો છે. 30 વર્ષમાં ગુજરાતને એથ્લેટ્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યું છે. તે મારા અને મારા પરિવાર માટે ગર્વની વાત છે. હવે હું આશારાખુ છું કે ભારત માટે પણ ગોલ્ડમેડલ આપવું. 14 વર્ષની ઉમરથી એથેલ્ટીન્ક કરું છું. મારા પપ્પા મને ખુબ સપોર્ટ કરે છે. સવારે પ્રેક્ટિસ માટે આવું ત્યારે એ મારી સાથે આવે છે. ભવિષ્યમાં હું વર્લ્ડ લેવલે જાવ અને ભારતને ગોલ્ડ મેડલ અપાવું.