છેલ્લા ત્રણ વર્ષમાં સિંહોની જાળવણી અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારે માત્ર ૨૩.૧૬ કરોડ રૂા. ની ગ્રાન્ટ ફાળવી: જયારે વાઘો માટે ૧૦૧૦.૬૯ કરોડ રૂપિયા ફાળવ્યા
કેન્દ્ર સરકારની વન્યપ્રાણી સર્ંવધનની ગ્રાન્ટમાં વધુ એકવાર વાઘને સિંહ ફાળો આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં સિંહો માટે માત્ર ૨૩.૧૬ કરોડની ગ્રાંટ ફાળવી છે જયારે વાઘને સિંહ કરતા ૪૦૦૦ ગણી વધુ ગ્રાંટ ફાળવવામાં આવી છે. સિંહોને માત્ર હાથીઓને ફાળવાતા બજેટની સરખામણીમાં એક તૃતિયાંશ જેટલા જ ગ્રાંટ મળે છે. રાજય સાના સાંસદ પરિમલ નથવાણીએ પુછેલા એક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે ૭૫.૮૬ કરોડ હાથીઓના સંવર્ધન માટે ફાળવ્યા છે. અને છેલ્લા ત્રણ વર્ષમાં વાઘના રક્ષણ સરક્ષણ અને સઁર્વધન માટે રૂા ૧૬૧૦.૬૯ કરોડ વપરાયા છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના સહયોગથી એશિયાટિક સિંહોના સંવર્ધન માટે ૯૭.૮૫ કરોડ રૂા ફાળવાયા છે.સાંસદે પરિમલ નથવાણીએ વનવિાગ દ્વારા વન્ય જીવન સંરક્ષણની કામગીરી અંતર્ગત સિંહોને વાઘ અને હાથીઓ પાછળ ખર્ચવામાં આવેલા બજેટનો ત્રણ વર્ષનો હિસાબ આપ્યો હતો.
કેન્દ્રીય રાજય પર્યાવરણ, મંત્રી બાબુલ સુપ્રિયો એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે અનુક્રમે ૧.૦૯ કરોડ, ૨.૨૪ કરોડ અને ૧૯.૮૩ કરોડની ગ્રાંટ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ માં અનુક્રમે સિંહોના સંવર્ધન ફાળવી હતી. આજ વર્ષેમાં ૨૧.૨૦ કરોડ, ૨૪.૯૦ કરોડ, અને ૨૯.૭૬ કરોડ હાથીઓ માટે જયારે અનેક ગણુ વધુ કહી શકાય તેવી આજ વર્ષોમાં ૩૪૨.૨૫ કરોડ, ૩૪૫ કરોડ અને ૩૨૩.૪૪ કરોડની ગ્રાંટો વાઘ પાછળ ખર્ચવામાં આવી છે.
સુપ્રિયો એ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે સિંહ સવંધન માટે જરુરી પગલાઓ ભર્યા છે. ગુજરાતના વન વિભાગે પાણીયા, મિતિયાળા અને ગીરનારના જંગલના ૨૩૬.૭૩ કીમીના વધારાના વિસ્તારને સિંહ અભ્યારણ તરીકે જાહેર કર્યા હતા. મંત્રીના આ નિવેદન મુજબ ગુજરાત સરકારે સિંહોના લાંબા ગાળાના સવર્ધન માટે પાંચ વર્ષના સમયગાળા માં ર૩૧ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ ભંડોળ માનવીય અને પ્રાણીઓ વચ્ચેનું સંઘષ ખાળવા, નવા રેસ્કયુ કેન્દ્રો અને ટીમની રચના, રેપીડ રિસ્પોન્ડ ટીમ અને સિંહોને સંભવિત કુદરતી આફતોથી બચાવવા માટે આ નાણાની જોગવાઇ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારની વન સંરક્ષણ ગ્રાન્ટમાં સિંહો કરતા વાઘ વધુ હિસ્સો લઇ જાય છે. એશિયાટિક સિંહોને વિશ્ર્વની દુલર્ભ વન્યસિંહોની પ્રજાતિ ઓનો દરજજો આપવામાં આવ્યો છે. વળી દુનિયામાં માત્ર અને માત્ર સૌરાષ્ટ્રના ગિરમાં જ એશિયાટીક સિંહોની વસ્તી વસે છે. જયારે ગ્રાન્ટ મેળવવામાં સિંહો કરતા વાઘની લેણાદેવી વધુ હોય તેમ વાઘને ગ્રાન્ટમાં ૪ હજાર ગણુ ભંડોળ મળે છે.