મુળિયાસિંયા પરિવારની બે દિકરીઓએ સોરઠ, ગુજરાત અને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું
સોરઠ એટલે સાવજની ભૂમિ અને સાવજના હેઠા નિર પીને સોરઠના ખમીર સાથે ઈઝરાઈલમાં ગયેલ માણાવદરના કોઠડી ગામના મૂળિયાંસિયા પરીવારની સિંહણ સમાન બે બહેનો વિશ્વની શક્તિશાળી ગણાતી ઈઝરાયલી સેનામાં સામીલ થઈ સોરઠ અને સમગ્ર ગુજરાતની સાથે ભારત વર્ષનું ગૌરવ વધાર્યું છે.
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોઠડી ગામેથી વર્ષો પૂર્વે જીવાભાઇ મૂળિયાંસિયા અને તેના ભાઈ સવદાસભાઈ મૂળિયાંસિયા ઇઝરાયલ ખાતે સ્થાયી થયા હતા અને ત્યાં જઈ ધીરે ધીરે તેમણે કરીયાણાનો વેપાર શરૂ કર્યો હતો.
આ મૂળિયાંસિયા પરિવારમાં બે બહેનો નિશા અને રિયા પણ સોરઠનું ખમીર ધરાવતી હિંમતવાન દીકરીઓ છે. અને આ બંને દીકરીઓ એ આજે સોરઠ પંથકનું નામ ઈઝરાયેલમાં રોશન કર્યું છે. આ બાબતે માણાવદરના કોઠડી ગામના લોકો ગર્વ સાથે જણાવી રહ્યા છે કે, અમારા ગામના મૂળિયાંસિયા પરિવારની દીકરી નિશા ઇઝરાયલ સેનાના કોમ્યુનિકેશન એન્ડ સાયબર સિક્યુરિટી વિભાગમાં ફરજ બજાવી રહી છે. આ સાથે તેે ફ્ર્રન્ટ લાઈનની પણ જવાબદારી નિભાવી રહી છેે. જે અમારા કોઠડી ગામ અને સમગ્ર સોરઠ માટે એક ગૌરવની વાત બની છે.
આટલેથી જ નહીં અટકતાં મૂળિયાંસિયા પરીવારની નિશાની બહેન રીના પણ હાલમાં જ ઈઝરાયેલની સેનામાં ભરતી થઈ છે અને તાલીમ રહી છે. જેને બાદમાં સેનામાં સ્થાયી કમાન્ડો તરીકેની ફરજ સોંપવામાં આવશે.સોરઠ એટલે સાવજની ભૂમિ અને સાવજના હેઠા નિર પીને સોરઠના ખમીર સાથે ઈઝરાઈલમાં ગયેલ માણાવદરના કોઠડી ગામના મૂળિયાંસિયા પરીવારની બે દીકરીઓ આજે વિશ્વના શક્તિશાળી ગણાતી ઇઝરાયલ સેનામાં સામેલ થઇ છે અને ગુજરાતનું ગૌરવ વધારી રહી છે.