માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામે સામાન્ય પરિવારના માંથી આવતો અને ધો. 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આંતર રાષ્ટ્રીય સ્તરે નેપાળના પોખરામાં રમત-ગમત ક્ષેત્રે લાંબી કુદમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
ભંડુરી ગામ કોળી જ્ઞાતિના એસટી ડ્રાઇવર તરીકે નોકરી કરતા રમેશભાઈ વાઢેરનો પુત્ર સચિન વાઢેર (ઉ.17)એ તાજેતરમાં નેપાળ(પોખરા)માં લાંબી કુદ માટેની યેજાયલ સ્પર્ધામાં 6/15 મી. પાર કરી પરિવારને ગૌરવ અપાવ્યું છે. સામાન્ય પરિવારના આ યુવકને નેપાળ જાવા માટે ભંડુરીના વતની અને વડોદરાના ઉદ્યોગપતિ વિઠ્ઠલભાઇ ઉકાણીને જાણ થતાં રૂ.30,000 ની સહાઈ આપી હતી. તે બદલ પરિવારે વિઠ્ઠલભાઇનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
દરમિયાન સચિનના વતન પરત ફરતા પરિવાર, જ્ઞાતિ તથા ગ્રામજનો દ્વારા ડીજે વગાડી ઘોડેસવારી કરાવી, સરઘસ કાઢી સ્વાગત કરાયું હતું. તેમજ તેના ગુરુ ભીખારામ હરિયાણી દ્વારા હારતોરા તથા સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.