દક્ષરાજસિંહ રાણા, દેવર્શી રાચ્છ, અર્જુન ટુડિયાની હોકી ઇન્ડિયા સબ જુનિયર મેન નેશનલ ચેમ્પિયનશીપમાં પસંદગી
હોકી એક માત્ર એવી ગેઇમ જેમાં શરીરના બધા અંગો એકિટવ થાય છે, બાળકોને નેશનલ લેવલ સુધી લાવવા 5થી 6 વર્ષની સખ્ત મહેનત અને સ્ટેમીના અત્યંત જરૂરી: કોચ મહેશભાઇ દિવેચા
રમત ગમત એ વિદ્યાર્થીનાં સર્વાંગી વિકાસ માટેનો એક નિર્ણાયક ભાગ છે. રાષ્ટ્ર-નિર્માણની વાત આવે ત્યારે રમતગમતની વિશાળ ભૂમિકા હોય છે . તે શિસ્ત, નિશ્ચય, ટીમ વર્ક અને રાષ્ટ્રની માનસિકતામાં માવજત માટેની ઉત્કટ જેવા ગુણોને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે. ભારતમાં હોકી એ ખૂબ મહત્વની રમત છે કારણ કે ભારતે ઘણા વર્ષોથી હોકી નાં ક્ષેત્રમાં વર્લ્ડ વિજેતા બનાવ્યો છે, તેથી તેની પસંદગી ભારતની રાષ્ટ્રીય રમત તરીકે કરવામાં આવી છે. આ રમતનો ઇતિહાસ મોટો અને મહાન છે, કારણ કે બુદ્ધિશાળી ખેલાડીઓ દ્વારા તે ભારતના મૂળમાં રહેલો છે.
ફીલ્ડ હોકીની રમત કાં તો ઘાસના મેદાન પર અથવા ટર્ફ પર રમી શકાય છે, જે સામગ્રી જેવી ખાસ બનાવેલી સાદડી છે. વિવિધ આંતરરાષ્ટ્રીય મંચોમાં હોકીમાં ભારતનું પ્રદર્શન 1920-1950ના સમયગાળા દરમિયાન અભૂતપૂર્વ હતું અને તેથી જ આ રમત ભારતમાં રાષ્ટ્રીય રમત તરીકે સ્વીકારવામાં આવી.
રેસકોર્સ વિસ્તારમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (આરએમસી) ની વસ્તી ધરાવતું આ ક્ષેત્ર રમતનું સંચાલન કરતી ટોચની વૈશ્વિક સંસ્થાની મંજૂરી મેળવવા માટેનું ગુજરાતનું પ્રથમ મેદાન બન્યું છે. જ્યાં અંદાજે 50 થી વધુ છોકરાઓ રોજ પ્રેક્ટિસ કરે છે. જેમાંથી પ્રેક્ટિસ બાદ આજે ત્રણ છોકરાઓ નેશનલ લેવલ પર પહોંચ્યા છે.
હોકીના કોચ મેહશભાઈએ જણાવ્યું હતું હોકી આપડી રાષ્ટ્રીય રમત છે. ખાસ કરીને રાજકોટની વાત કરી, તો રાજકોટ માં આંતરાષ્ટ્રીય ટર્ફ મૈદાન છે, જે ગુજરાતમાં ફક્ત બે જ જગ્યાએ છે. સવાર સાંજ 2-2 કલાક એમ 50 થી પણ વધુ છોકરાઓ પ્રેક્ટિસ કરે છે. સાથે જ લોકો ને હવે આ રમત માં વધુ રસ પડે છે.
દક્ષરાજસિંહ પ્રકાશસિંહ રાણા – તેઓ ગુજરાત ટીમ ના કેપ્ટન તરીકે સિલેક્ટ થયાં છે, અને ફોરવર્ડ રમે છે. તેમનું માનવું છે તે પોતાની આવનારા દિવસોમાં ઇન્ડિયન ટીમ મા રમતા જોવે છે. તેમના મેન્ટર તરીકે હાલના ઇન્ડિયન ટીમ નાં કેપ્ટન મનપ્રીતસિંઘને માને છે.
દેવર્ષિ રાજ તુષારભાઈ રચ્છ- 15 વર્ષીય યુવા ખેલાડી જે 6-7 વર્ષ થી હોકી રમે છે. જેમાં તે હોકી ડિફેન્ડર મા માહિર છે. તે 10માં ધોરણ માં હોવા છતાં, હોકી પ્રેક્ટિસ યથાવત રાખી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ રમવાથી ક્ધસન્ટ્રશન પાવર વધી જઈ છે , જેથી ભણતર મા પણ મદદ મળે છે.
અર્જુન ટુડીયા – 8 માં ધોરણ માં અભ્યાસ કરે છે, અને દરરોજ સવારે 2 કલાકની પ્રેક્ટીસ કરે છે. તેમણે જણાવ્યું હતું કે નાનપણ થી જ હોકી રમવાનો શોખ છે, અને અગડ પણ તેમાં જ કરીઅર બનાવું છે.
ઋતુ – કે જે 9 વર્ષથી રમે છે અને 9 વખત નેશનલસ માં જઈ આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે રમવાની શરૂઆત કરી ત્યારે મુક્ષ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. પણ ધીરે ધીરે જેમ સિદ્ધિઓ હસિલ કરી, તેમ લોકો બોલતા બંધ થઈ ગયા. સાથે જ તેમણે અમ્પાયર ની એક્ઝામ પણ આપી છે. તેમણે જણાવ્યું કે વિમેન્સ હોકી ટીમ માં તેઓ પોતાને જોવે છે.
નાનપણથી રમવાનો શોખ અને શાળા-પરિવારના સપોર્ટથી અમે અહીં સુધી પહોંચી શકયા: જુનિયર હોકી ખેલાડીઓ
11મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મેન નેશનલ ચેમ્પિયનશીપ 2021માં રાજકોટ શહેરમાંથી 3 જુનિયર હોકી ખેલાડીઓનુ સિલેકશન થયું છે. જેમાં દક્ષરાજસિંહ, પ્રકાશસિંહ રાણા, દેવર્ષી તુષારભાઇ રાચ્છ (અબતક પ્રેસ) તેમજ અર્જુન કલ્પેશભાઇ ટુડિયાનો સમાવેશ થાય છે. નેશનલ લેવલે રાજકોટ શહેરમાંથી ત્રણ સહિત ગુજરાત રાજયમાંથી કુલ 18 ખેલાડીઓનુ સીલેકશન થયું છે. ત્રણેય જુનિયર ખેલાડીઓ આગામી તા.17,18 અને 20 માર્ચના રોજ હરિયાણા ખાતે રમવા જશે. ત્રણેય જુનિયર ખેલાડીઓ નેશનલ લેવલ સુધી પહોંચતા શાળા પરિવાર, મિત્રો તરફથી અભિનંદન મળી રહ્યા છે.
નેશનલ લેવલે ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઇ રહેલા હોકી ખેલાડીઓ સાથે કોચ મહેશભાઇ દિવેચાએ ‘અબતક’ની વિશેષ મુલાકાત લીધી હતી. વાતચીત દરમિયાન મહેશભાઇ દિવેચાએ જણાવ્યું હતું કે હોકી રમનારા બહુ ઓછા ખેલાડીઓ છે હોકી માટે રાજકોટમાં ખુબ સારો સ્કોપ છે હોકી રમવાની શરૂઆત નાનપણથી જ થતી હોય ત્યારે કોઇ પણ ખેલાડીને નેશનલ લેવલ સુધી પહોંચાડવા ઓછામાં ઓછો 5થી 6 વર્ષનો સમય લાગે છે.
આ ઉપરાંત જે લોકો જંકફૂડ, ફાસ્ટફૂડ ખાત હોય તે લગભગ હોકી રમી શકતા નથી એટલે કે ખેલાડીએ ખોરાક પર ખુબ ધ્યાન આપવુ પડે છે. અને ખુબ સ્ટેમીના જાળવવો પડે છે. બાળકોના માતા-પિતા સાથે કેવી રીતે સંકલન સાધો છો? તેના પ્રત્યુતરમાં જણાવ્યુ હતુ કે અમે લગભગ 15થી 20 દિવસે જુનિયર ખેલાડીના માતા-પિતા સાથે મીટીંગ કરીને છીએ અને ખેલાડીમાં જે કોઇ ફેરફાર જણાય તે વિશે ચર્ચા કરીએ છીએ વધુમાં જણાવ્યુ હતુ કે અગાઉ હોકી માટેનું ખાસ કોઇ ગ્રાઉન્ડ હતુ નહિ અમે રમવાની ઉંમરે ગ્રાઉન્ડ મેળવવા પાછળ પડેલા. જો કે કોર્પોરેશનના ખુબ સાથ સહકારથી ખુબ સારુ ગાઉન્ડ મેળવવામાં સફળતા મેળવી છે. ક્રિકેટની ચાહનામા લોકો આપણી રાષ્ટ્રીય રમત હોકીને ભુલી ગયા છે. પરંતુ અગાઉ માણાવદર સ્ટેટના નવાબો પણ હોકી ઓલ્મિપીક રમી ચુકેલા. હોકી એક માત્ર એવી ગેઇમ છે જેમાં શરીરના બધા અંગો કામ કરે છે. અત્યારે હોકી ઇન્ડિયા ફાઉન્ડેશન સાથે રાજકોટ શહેર કનેકટેડ છે.
જુનિયર ખેલાડીઓએ વાતચીત દરમિયાન જણાવ્યુ હતું કે અમોને નાનપણથી જ હોકી રમવાનો શોખ ઉપરાંત શાળા-પરિવાર, માતા-પિતાના ખુબ સારા સપોર્ટથી અમે હોકી રમી રહ્યા છીએ. શા માટે હોકી રમત જ પસંદ કરી? એના પ્રત્યુતરમાં જણાવ્યુ હતુ કે હોકીમાં આગળ વધવાના ખુબ સારા ચાન્સીસ તેમજ નેશનલ ગેમ હોવાથી હોકી રમત પસંદ કરી. આ ખેલાડીઓ નિયમીત બેથી ત્રણ કલાક સખત પ્રેકટીસ કરે છે અને સ્ટેમીના જાળવી રાખે છે. હોકી રમવાની સાથે અભ્યાસક્રમ પણ સારી રીતે કરી લઇ બધુ સારી રીતે મેનેજ કરતા હોવાનું જણાવ્યું હતું.