કચ્છની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયુ છે. ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાઈ છે.
કચ્છમાં આવેલ હડપ્પીય સંસ્કૃતિના શહેર એવા ધોળાવીરાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ દ્વારા મહત્વની માહિતી આપી છે. ધોળાવીરા એ ગુજરાતનું એવું ચોથું સ્થળ છે જેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે.

dholavira 4

ગુજરાતના કયા સ્થળોને મળ્યું છે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

અત્યાર સુધીમાં ગુજરાતના કુલ ચાર સ્થળોને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાયા છે. જેમાં સૌ પ્રથમ વર્ષ 2004માં પંચમહાલ જિલ્લાનું ઐતિહાસિક એવું ચાંપાનેર નગરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થયો હતો. ત્યારબાદ પાટણની રાણકી વાવને સ્થાન આપવામાં આવ્યું હતું.

dholavira 5

ત્યારબાદ વર્ષ 2017માં અમદાવાદ શહેરને હવે તાજેતરમાં કચ્છના ધોળાવીરાને હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે તો ચાલો જાણીએ હેરિટેજ સાઇટ આ ધોળાવીરાની ખાસિયતો….

dholavira 1

ધર્મસ્થળ

આખા નગરમાં ધર્મસ્થળ જેવું કાંઈજ મળ્યું નથી એ એક મોટી નવાઇ છે.

dholavira 2પ્રાંત મહેલમાં ગોળાકાર બે મોટા પત્થર મળ્યા છે પણ હોઈ શકે છે કે મહેલના મોટા થાંભલાના ટેકા પણ હોય. ભલે આ સંસ્કૃતિ છે વર્ષો પુરાણી પણ તેમાં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન ન હતું. આ સમાજ પુરુષ પ્રધાન નહીં પણ સ્ત્રીપ્રધાન કહી શકાય કારણ કે અહીથી ઘણા એવા પુરાવા મળી આવ્યા છે જ્યાં મહિલાઓને સર્વોચ્ચ સ્થાન અપાતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.