આઇસ્ક્રીમ ની દુનિયામાં સૌરાષ્ટ્રની અંદર ખુશ્બુ આઈસ્ક્રીમ આગવી ઓળખ ધરાવે છે. ત્યારે છેલ્લાં ત્રણ વર્ષથી ખુશ્બુ આઈસ્ક્રીમ દ્વારા સરાહનીય કાર્ય કરવા અનેક સૌરાષ્ટ્રની મોટી બ્રાન્ડને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું હતી. કોન, કુલ્ફી, કેન્ડી, કપ, પાર્ટીપેક, પેસ્ટ્રી, પીઝા, સમોસા વગેરે બનાવતી સૌરાષ્ટ્રની ખ્યાતનામ એવી ખુશ્બ આઇસ્ક્રીમ દ્વારા 6ઠી વિઝન એનીવર્સરી નિમિત્તે દેરડી કુંભાજી ખાતે ગુજરાતમાં સાહસીક ઉદ્યોગકારો અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતાં વિદ્યાર્થીઓને એચીવમેન્ટ એવોર્ડ આપી તેઓને સન્માન કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાતની પ્રખ્યાત બ્રાન્ડ બાલાજી વેફર્સ, ટી પોસ્ટ, રીધ્ધિ ડીસ્પ્લે, યુ. ફ્રેશ ડેરી, જે પી સ્નેક્સ, ખાદ્ય ખુરાક ન્યુઝ, કાવેરી ગોળ,ઉભડા પબ્લીસીટી, વિનસ વેલ્યુ ક્રિએશન, એન્જીયર્સ બ્રધર્સ જેવી નામાંકિત કંપનીઓના સાહસીક લોકો કે જેમણે શૂન્યમાંથી સર્જન કરી સૌરાષ્ટ્રનું નામ દેશ-વિદેશમાં ગુંજતુ કર્યું છે તેઓને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
જ્યારે ખુશ્બ આઈસ્ક્રીમના એમ.ડી. હિમતભાઈ પોકીયાએ જણાવ્યું હતું કે ખુશ્બુ આઈસક્રીમ કે જે ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પોતાનો વ્યવસાયિક હિસ્સો ધરાવે છે. તે, છેલ્લા ત્રણ વર્ષથી પોતાની વર્ષગાંઠ નિમિત્તે ઉદ્યોગ સાહસિકોને શિલ્ડ અને એવોર્ડ અર્પણ કરી તેઓનો જોમ અને જુસ્સો વધારવાનું કામ કરી રહ્યા છે.