ડી.જી.પી. દ્વારા દર વર્ષે ઉત્કૃષ્ટ અને સર્વોત્તમ કામગીરી કરનાર પોલીસ કર્મચારીની પસંદગી કરવામાં આવે]
જુનાગઢ પોલીસ પરિવારના બે પીએસઆઇ તથા એક કોન્સ્ટેબલ એ ગાંધીનગર ખાતે યોજાયેલ પોલીસ વિભાગના ગર્વ એવોર્ડ સમારોહમાં ગર્વ એવોર્ડ પ્રાપ્ત કરી, જુનાગઢ પોલીસને ગૌરવ અપા વતા સમગ્ર જિલ્લાના પોલીસ પરિવારમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.
રાજ્યના ડીજીપી દ્વારા દર વર્ષે પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ ઉમદા કાર્ય કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મીઓને તેમની સર્વોત્તમ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવે છે, ત્યારે ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ એક જાજરમાન સમારંભમાં પ્રદીપ કુમાર, ફિલ્મ અભિનેત્રી જયાપ્રદા, રાજ્યના ઊંચા અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે પોલીસ વિભાગનો એક ગર્વ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમા જૂનાગઢના બે પીએસઆઇ તથા એક પોલીસ કોન્સ્ટેબલને ગર્વ એવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર ખાતે ગર્વ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ એવોર્ડ વિતરણ સમારોહમાં જૂનાગઢ એલસીબી પી.એસ.આઈ. ડી.જી બળવા, સી ડિવિઝન પીએસઆઈ જે.જે. ગઢવી અને એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ શાહિલ શમાને ગર્વ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ મળતાં જૂનાગઢના ડીએસપી. રવિ તેજા વાસમ સેટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, રતનું, ગઢવી સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા એવોર્ડ પ્રાપ્ત કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી, બીજી બાજુ જૂનાગઢને એક સાથે ત્રણ ગર્વ એવોર્ડ મળતાં જુનાગઢ પોલીસ પરિવારમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.