સૌરાષ્ટ્રની અગ્રમ ગણાતી માર્કેટીંગ યાર્ડોમાંની રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતો પોતાની જણસી વેચવા માટે આવી રહ્યા છે. રાજકોટ બેડી માકેટીંગ યાર્ડમાં હાલ કપાસ, તલ, લસણ, રાય, ચણા સહિતના આવક થઇ રહી છે. આજના દિવસે સૌથી વધારે તલની આવક થવા પામી છે. આજના દિવસે કાળા તલની આવક 560 કિવન્ટલ જયારે તલીની 4000 કિવન્ટલની આવક થઇ છે. તેમ જ કપાસ, રાય, ચણા, ઘંઉ, લસણની પણ સારી એવી આવક થવા પામી છે.
ચોમાસાની સીઝન નજીક છે ત્યારે ખેડુતો વાવણી કરી રહ્યા છે અને પૈસાની જરુર હોવએ કારણે ખેડુતો પાસે પડેલી જણસી યાર્ડમાં વેચવા માટે આવી રહ્યા છે. ખેડુતોને પોષણક્ષમ ભાવ પણ યાર્ડમાંથી મળી રહ્યાં છે.ચોમાસાની સીઝન નજીક હોવાને કારણે યાર્ડમાં આવેલી જણસી પલળે નહીં અને બગડે નહીં તે માટે યાર્ડ દ્વારા પુરી તૈયારીની કરવામાં આવી છે.
યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડુતોને સુચન કરવામાં આવ્યું છે કે વેચવા આવેલી જણસી ખુલ્લામાં ઉતારવામાં આવે નહીં. સાથે જ ખેડુતો પોતાની જણસી પ્લેટ ફોર્મ પર અથવા તો શેડમાં ઉતારવામાં આવે સાથે જ સુચના ન મળે ત્યાં સુધી પોતાની જણસી વાહનમાંથી ન ઉતારવા ખેડુતોને તાકિદ કરવામાં આવી છે.રાજકોટ યાર્ડના શાકભાજી વિભાગમાં પણ હાલ શાકભાજી આવક થઇ રહી છે. સૌરાષ્ટ્રમાં વાવણી થવાને કારણે હાલ શાકભાજી યાર્ડમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી શાકભાજીની આવક 30 ટકા જેવી થઇ રહીછે. ત્યારે મહારાષ્ટ્ર, બેંગ્લોર અને ઉતર ગુજરાતમાંથી શાકભાજી રાજકોટ માકેટીંગ યાર્ડમાં આવી રહી છે. અન્ય રાજયમાંથી 70 ટકા જેટલી શાકભાજી આવતી હોવાને કારણે ભાવમાં ર0 થી રપ ટકા જેવી ઉછાળો આવ્યો છે.
રાજકોટ શાકભાજી યાર્ડમાં હાલ ટમેટા, રીંગણા, ગુવાર, ભીડો, તુરીયા, કોબીચ સહીતની આવક થઇ રહી છે. જેમાં બેગ્લોરથી ટમેટાની આવક મેળા પ્રમાણમાં થઇ રહી છે.હાલ ચોમાસાની સીઝન હોવાને કારણે ગુજરાતમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. અને આવનારા એક મહિના જેટલા સમયમાં નવું શાકભાજી માર્કેટમાં આવશે ત્યારે શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળશે તેવું યાર્ડના સત્તાધીશોએ જણાવ્યું છે.