છેલ્લા એક વર્ષમાં ઇલેક્ટ્રોનિક ગેજેટની માંગમાં વધારો : વૈશ્વિક સ્તરે ચીપના ભાવ ઘટ્યા
કોઈપણ વ્યવહારમાં લોકો વાહન અથવા તો ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓની ખરીદી કરતા હોય છે પરંતુ આ સમયગાળા દરમિયાન જો તેઓને મસ્ત મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો માંગમાં પણ વધારો નોંધાય છે ત્યારે આગામી વ્યવહારો પહેલા જ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ જેવી કે ટેલિવિઝન,મોબાઈલ અને કોમ્પ્યુટરના ભાવમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી છે. કોરોના બાદ જકાત સહિત અન્ય ચીજ વસ્તુઓ માં ઘટાડો આવતા રોમટીરીયલ કોસ્ટ પણ નીચો આવ્યો છે જેના કારણે દરેક ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો આવતા માંગ વધી છે.
બીજી તરફ વૈશ્વિક સ્તર ઉપર ચિપ્સને લઈ ઘણા પ્રશ્નો ઉદભવિત થયા છે અને ચાઇના ને વિશ્વના અન્ય દેશો બાયપાસ કરી ભારત સાથે વ્યાપાર સંધિ કરી રહ્યા છે પરિણામે ચીપ સસ્તી થતા જે ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ ના ભાવ જે જોવા મળે છે તેમાં ઘટાડો આવ્યો છે અને આ ક્ષેત્રના તજજ્ઞોનું માનવું છે કે આવનારા ત્યોહારોમાં તમામ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓના ભાવમાં ઘણો ઘટાડો આવશે કારણ કે અન્ય સામગ્રીના ભાવ ઘટ્યા છે અને માંગ પણ વધી છે.
ઇલેક્ટ્રોનિક ગેજેટ ખૂબ સસ્તા કરી દેવામાં આવ્યા છે અને તેના પર લગાવવામાં આવતી કસ્ટમ ડ્યુટી પણ ઘટાડી દેવાય છે. મોબાઈલ ફોન હોય તે ટીવી સ્ક્રીન હોય અને તેના સલગ્ન દરેક સ્પેરપાર્ટને સસ્તા કરવામાં આવ્યા છે જેનો લાભ લોકો સરળતાથી લઈ શકે અને તેની ખરીદી પણ કરી શકે. મોબાઈલ ફોન અને ટીવી ,બાયોગેસ સાથે સંકળાયેલી વસ્તુઓ, ઈલેક્ટ્રિક વ્હીકલ પણ સસ્તા થશે એટલુંજ નહીં, સાયકલ, કેમેરા લેન્સ, એલઈડી ટીવી, રમકડાં અનેક વસ્તુઓ સસ્તી થઈ છે જેનો લાભ હવે સ્થાનિક લોકો ખૂબ જ સરળતાથી લઈ શકશે.