ટમેટાની લોકલ આવક શરૂ ન થતા હજુ મોંધા
શિયાળુ શાકભાજીની પુષ્કળ આવક શરુ થતાં શાકભાજીના ભાવોમાં ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. રાજકોટ શાકભાજી યાર્ડમાં રીંગણા, દુધી, કોબીજ પાણીના ભાવે વેચાઇ રહ્યા છે આ ઉપરાંત ગુવાર, મરચા, લીંબુ, આદુ, મેથી, કોથમીર વગેરે પણ ખુબ સસ્તા થયા છે.
શિયાળુ શાકભાજીનો સ્વાદ કંઇક ઓર મજેદાર હોય છે આ ઋતુમાં વાલ- વટાણાથી લઇ તમામ શાકભાજી આવતું હોય છે.
આ ઋતુમાં લોકો શરીરને તંદુરસ્તી બક્ષવા ઉંધીયુ સહિતનું શાકભાજી ખાઇ આહલાદક આનંદ માણે છે.
હાલ શિયાળાની મોસમ પુરબહારમાં ચાલી રહી છે બજારમાં તમામ શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યું છે. રીંગણા, દુધી, કોબીજ વગેરે રૂ. પ થી ૧૦ પ્રતિકિલોએ મળી રહ્યું છે.
આ ઉપરાંત મરચા રૂ. ર૦ થી ૪૦, લીંબુ ૧પ થી ર૦, આદુ રપ થી ૩૦, કોથમીર રૂ. પ થી ૭, મેથી રૂ. પ થી ૧૦ પ્રતિકિલોએ મળી રહ્યું છે. હજુ લોકલ ટમેટાની આવક શરુ ન થઇ હોય જેથી ટમેટા રૂ. ૩૦ થી ૪૦ પ્રતિકિલોના ભાવે મળી રહ્યા છે. આ ઉ૫રાત બટેટાના પણ રૂ. ૪૦ થી ૫૦ જેવા ભાવો બોલાઇ રહ્યા છે. શિયાળુ શાકભાજીની સીઝન ત્રણેક મહિના ચાલતી હોય જેથી સુધી શાકભાજીના ભાવો યથાવત રહેશે. આ ઉપરાંત ટમેટા હજુ રાજયમાંથી આવી રહ્યા છે આગામી પંદરેક દિવસમાં ટમેટાની લોકલ આવક શરુ થતા ટમેટાના ભાવો ઘટશે ટમેટા સિવાય તમામ શાકભાજી ખુબ સોંધા થયાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.