શિયાળો એટલે તંદુરસ્ત રહેવાની ઋતુ ફૂલ ગુલાબી ઠંડીમાં શરીરને નરવું રાખવા માટે વિવિધ પ્રકારના પાઠ, વસાણા અને કેસરનું સેવન કરવાની મોસમ ડિસેમ્બરમાં ક્રિશ્ર્ચીન્સ દ્વારા ક્રિસમસ સેલિબ્રેટ કરવામાં આવે છે. ભાગ્યે જ કોઇ વ્યકિત એવી હશે જે કેસરના સ્વાસ્થ્યવર્ધક હોવાની વાતને ન જાણતા હોય, કેટલાય યુગોથી કેસરનો ઉપયોગ સૌદર્ય તેમજ તંદુરસ્ત માટે કરવામાં આવે છે. કેસરનું વૈજ્ઞાનિક નામ ક્રોડસ સૈટિવસ છે.
કેસર ભોજનમાં એક રંગીન એજન્ટના રૂપે કામ કરે છે. આ દુનિયાના સૌથી વધુ મોંધા મસાલામાના એક છે. કેસરને ભારતમાં અનેક નામોથી મશહુર કેસર સ્વાસ્થ્ય માટે અતિ અમૂલ્ય છે. હિન્દીમાં કેસર, બંગાળીમાં જાફરન, તમિલમાં કુમકુમપ્યુ, તેલુગુમાં કુમકુમા પબ્બા, કેસરી રંગનું કેસર સ્વાસ્થ્યમાં ચાર ચાંદ લગાવી દે છે.
સરળ ભાષામાં કહીએ તો કેસર સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં એક સરળ અને સ્વાદિષ્ટ ઉપચાર છે. કેસર દ્વારા સ્વાસ્થ્યથી ઘણી બધી સમસ્યાઓમાં રાહત મળે છે. જેમ કે શ્ર્વસનની સમસ્યા, પાચન તંત્રની સમસ્યા, દર્દ નિવારણ, અનિદ્રામાં સુધારો, રકતસ્ત્રછવમાં સુધારી, ડાયાબીટીસને રોકવામાં અને હાડકા મજબુત કરવામાં પણ કેસરનો અમૂલ્ય ફાળો છે.
શિયાળાની સિઝનમાં શરદી અને કફની સમસ્યા વધી જાય છે. દાદીમાના નુસ્ખામાં પણ શિયાળાની ઋતુમાં કેસરનો મહત્વનો ફાળો છે. ભારતીય રસોડામાં કફ અને શરદીની સમસ્યામાં જે રીતે આદુનુ સેવન કરાય છે. તેવી રીતે જ કેસરનું સેવન કરાય છે કેસર વાળુ દૂધ પીવાથી ત્વચાનો રંગ ખીલી છે. અને શરદી કફમાં પણ રાહત થાય છે.
ભારતમાં કાશ્મીરી કેસરની બોલબાલા છે. દુનિયામાં કેસર ઉત્પાદનમાં કાશ્મીર ૧૦માનું એક છે. કેસરમાં વિટામીન એ, ફોલિક એસિડ, તાંબુ, પોટેશિયમ, કેલ્શિયમ, મૈગ્નીજ,આયરન, સેલેનિયમ ઝિંકી, મેગ્નેશિયમ જેવા પદાર્થોથી યુકત છે. આ બધા તત્વો ભેગા થઇ કેસરને સ્વાસ્થ્યદાયક બનાવી દે છે.
તો આવો જાણીએ કેસર શરદીની મોસમમાં સ્વાસ્થ્ય અને સ્કીન માટે કેટલું ઉપયોગી છે.
કેસર ચા (કાશ્મીરી કાવો):-
કેસરએ કાશ્મીરી કાવામાં પણ ઉપયોગમાં લેવાય છે. કાવો એ કાશ્મીરનું પરંપરાગત પીણું છે. કાશ્મીરની બરફવર્ષામાં કેસર પી પીવાથી શરીરમાં ગરમી આવે છે. અને રોગ પ્રતિકારક શકિતમાં પણ વધારો થાય છે. કેસર ટીમાં ચાના પાદડા મીકસ કરવામાં કરવામાં આવે છે. ગોલ્ડન યલો કલરની આ કેસર ટી ને જોઇને જ તેને પીવાનું મન થઇ જાય છે.
હોટ મિલ્કમાં કેસર:-
શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ દૂધમાં કેસરના તાંતણા નાખી પીવાની મજા જ કંઇક ઓર હોય છે. કેસર વાળુ હોટ મિલ્કત રાત્રે સુતી વખતે પીવાથી ઊંઘ સારી આવે છે. અને દિવસ દરમિયાન સ્કેસ માંથી મુકિત મળે છે.
હાથ-પગના નખ અને કપાળ પર ઉપયોગ:-
ઠંડીની સિઝનમાં કફ અને શરદીના કારણે માથુ ભારે થઇ જાય છે. સામાન્ય રીતે ફોરટ્રેેડ પર શરદીનો ભાગ વધારે હોય છે. આ ઉ૫રાંત હાથ પગના નખ પર કેસર વાળુ પાણી કે કેસર વાળા દૂધની માલીસ કરવાથી શરદીમાં રાહત રહે છે. આ સાથે સ્કીન માટે પણ કેસર એન્ટીઓકસીડન્ટના રૂપે કામ કરે છે.
મહત્વનું છે કે ભેળસેળના જમાનામાં કેસરમાં પણ ભેળસેળ કરવામાં આવે છે તો એવા વિક્રેતા પાસેથી જ કેસર ખરીદો જે ખરેખર કેસર વેચતા હોય, જો સાચા અને ખોટા કેસરનું પરિક્ષણ કરવું હોય તો તેને પાણીમાં નાખો અને જો તરત જ પાણીનો કલર બદલાઇ જાય તો તે સાચુ કેસર છે. અને જો પાણીનો કલર ન બદલાય તો તે ખોટું કેસર છે. કેસરની તાસીર ખુબ જ ગરમ હોય છે કેસરનો કોઇ પણ મોસમમાં ઉપયોગ કરી શકાય છે. પરંતુ તેની યોગ્ય માત્રા હોવી જોઇએ.