વોર્ડ ઓફિસર, પોલીસ અને દબાણ હટાવ શાખાની વોર્ડ વાઈઝ ટીમો દ્વારા ઝૂંબેશના રૂપમાં કામગીરી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરી અનાધિકૃત દબાણો હટાવવા માટે રાજકોટ શહેર પોલીસ સાથે સંકલન કરી વોર્ડ ઓફિસર, પોલીસ અને દબાણ હટાવ શાખાના સ્ટાફની બનેલી વોર્ડ વાઈઝ ટીમોની રચના કરવામાં આવેલી છે. આ દબાણ હટાવ ટીમ દ્વારા થઇ રહેલી કામગીરીની વિગતો મુજબ તારીખ: ૧૬-૦૩-૨૦૨૦ ના રોજ ઈસ્ટ ઝોનની ત્રણેય ટીમો દ્વારા કુલ ૦૧ નંગ પરચૂરણ માલસામાન અને શાકભાજી/ફળ/ફુલ વગેરેનો કુલ ૩૫ કિ.ગ્રા જથ્થો જપ્ત કરેલ છે, તેમજ રૂા. ૩,૦૦૦/- વહિવટી ચાર્જ(વિપુલભાઈ, રમેશભાઈ, દેવરાજભાઈ, બાબુભાઈ, અને રાવિતભાઈ વગેરેનો) વસુલ કરેલ છે. સેન્ટ્રલ ઝોનની ત્રણેય ટીમો દ્વારા કુલ ૦૩ રેકડી(સલીમભાઈ, પ્રકાશ હરેશભાઈ) જપ્ત કરેલ છે, અને વિવિધ પ્રકારના ૩૪ નંગ પરચુરણ માલ-સામાન (આશિષભાઈ, રાકેશભાઈ, સંતોષભાઈ અને અન્ય અનામી વગેરેનો) જપ્ત કરેલ છે, આ ઉપરાંત શાકભાજી/ફળ/ફુલ વગેરેનો કુલ ૧૫૫ કિ.ગ્રા જથ્થો જપ્ત કરેલ છે, તેમજ રૂઈં.૧૦,૫૦૦/- વહિવટી ચાર્જ (પ્રતાપભાઈ, પ્રિયેશભાઈ, ભરતભાઈ, ખોડાભાઈ, દુધાભાઈ, મયુરભાઈ, મહેબુબભાઈ, અને મનીરાજભાઈ વગેરેનો) વસુલ કરેલ છે. વેસ્ટ ઝોનની ત્રણેય ટીમો દ્વારા ૦૧ રેકડી/કેબીન(વિનોદભાઈ) અને વિવિધ પ્રકારના ૦૬ નંગ પરચુરણ માલ-સામાન(સદગુરૂ ફુડ ઝોન, અને અન્ય અનામી) જપ્ત કરેલ છે, આ ઉપરાંત કુલ રૂા.૧૨,૧૭૫/- મંડપ/છાજલી ચાર્જ(હરભોલે ફરસાણ, ગીર રસ સેન્ટર, યોગી ફરસાણ, અને ધર્મેન્દ્રભાઈ વગેરેનો) વસુલ કરેલ છે તેમજ રૂા. ૫,૫૦૦/- વહિવટી ચાર્જ(રાધે હોટલ, દિનેશભાઈ, ભરતભાઈ, ચેતનભાઈ, અજયભાઈ, અને મનીષભાઈ વગેરેનો) વસુલ કરેલ છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે.