- પ્રભાસ પાટણમાં વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયા
- 70 કાચા-પાકા રહેણાંકના મકાનો તેમજ કોમર્શિયલ બાંધકામો-દૂકાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું
- બસ સ્ટેન્ડ માટે ફાળવવામાં આવેલી જગ્યા પર કરાયું હતું દબાણ
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વેરાવળ-પાટણ ખાતે સર્વે નંબર 831 સરકારની માલિકીની જગ્યા નવા બસ સ્ટેન્ડ માટે જગ્યા ફાળવવામાં આવી છે. આશરે 6000 ચોરસ મીટરની જગ્યા પર 70થી વધુ કાચા-પાકા રહેણાંકના મકાનો તેમજ કોમર્શિયલ બાંધકામો દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.પોલીસ દ્વારા વારંવાર જણાવવા છતાં પણ સ્વેચ્છાએ દબાણ દૂર ન કરવાથી પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું હતું. ઘણા સમયથી જમીનના અભાવે મલ્ટીપર્પઝ બસ સ્ટેન્ડ અને ટ્રાન્સપોર્ટ હબ બની શકતું નહોતું. જે આ જગ્યા ખાલી થવાથી આગામી સમયમાં બની શકશે.
અનુસાર માહિતી મુજબ, જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વેરાવળ-પાટણ ખાતે સર્વે નંબર 831 સરકારની માલિકીની જગ્યામાં જ્યાં નવા બસ સ્ટેન્ડ માટે જગ્યા ફાળવવામાં આવી છે. તે આશરે 6000 ચોરસ મીટરની જગ્યા પર 70થી વધુ કાચા-પાકા રહેણાંકના મકાનો તેમજ કોમર્શિયલ બાંધકામો-દૂકાનો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ બાંધકામ અંગે મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી તેમજ અઠવાડિયા પહેલા વીજ કનેક્શન કાપવામાં આવ્યાં હતાં. તેમજ વારંવાર સમજુતી કરવા છતાં પણ સ્વેચ્છાએ દબાણ દૂર ન કરવાથી પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઘણા સમયથી જમીનના અભાવે મલ્ટીપરપઝ બસ સ્ટેન્ડ અને ટ્રાન્સપોર્ટ હબ બની શકતું નહોતું. જે આ જગ્યા ખાલી થવાથી આગામી સમયમાં બની શકશે અને સોમનાથ ખાતે આવતા યાત્રિકોની સગવડતામાં વધારો કરવામાં આવશે.
અહેવાલ : અતુલ કોટેચા