દબાણ હટાવ શાખાની વોર્ડ વાઈઝ ટીમોએ હાથ ધરી ઝુંબેશરૂપી કામગીરી: પાંચ જેટલી રેકડીઓ પણ કબ્જે લેવાઇ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરથી અનાધિકૃત દબાણો હટાવવા માટે રાજકોટ શહેર પોલીસ સાથે સંકલન કરી વોર્ડ વાઈઝ રચવામાં આવેલી દબાણ હટાવ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં તારીખ: ૦૫-૦૩-૨૦૨૦ ના રોજ ઈસ્ટ ઝોન ટીમ નં.૦૧ દ્વારા કોઠારીયા રોડ પરથી વિવિધ ૩૧ પ્રકારના પરચુરણ માલ-સામાન અને શાકભાજી-ફળ,ફૂલ વગેરેનો ૭૫ કિ.ગ્રા. જથ્થો જપ્ત કરેલ છે આ ઉપરાંત ૧૦ જેટલા બોર્ડ-બેનર જપ્ત કરેલ છે, તેમજ રૂ!.૨,૫૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરેલ છે. ઈસ્ટ ઝોન ટીમ નં.૦૨ દ્વારા કુવાડવા રોડ, ૮૦ ફુટ રોડ, ભાવનગર રોડ પરથી વિવિધ ૦૬ પ્રકારના પરચુરણ માલ-સામાન અને શાકભાજી-ફળ,ફૂલ વગેરેનો ૨૫ કિ.ગ્રા. જથ્થો જપ્ત કરેલ છે તેમજ રૂ!.૬,૦૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરેલ છે. ઈસ્ટ ઝોન ટીમ નં.૦૩ દ્વારા પારેવડી ચોક, આજીડેમ ચોકડી પરથી વિવિધ ૦૬ પ્રકારના પરચુરણ માલ-સામાન અને શાકભાજી-ફળ,ફૂલ વગેરેનો ૨૫ કિ.ગ્રા. જથ્થો જપ્ત કરેલ છે આ ઉપરાંત ૧૫ જેટલા બોર્ડ-બેનર જપ્ત કરેલ છે, તેમજ રૂ!.૬૦૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરેલ છે.

સેન્ટ્રલ ઝોન ટીમ નં.૦૧ દ્વારા બસ સ્ટેન્ડ રોડ પરથી વિવિધ ૨૮ પ્રકારના પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે. સેન્ટ્રલ ઝોન ટીમ નં.૦૨ દ્વારા ચૌધરી હાઈસ્કુલ રોડ, ગોંડલ રોડ, જ્યુબેલી રોડ પરથી ૦૨ રેકડી અને વિવિધ ૧૩ પ્રકારના પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે. સેન્ટ્રલ ઝોન ટીમ નં.૦૩ દ્વારા બી.આર.ટી.એસ. રૂટ પરથી રૂ!.૩,૦૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરેલ છે.

વેસ્ટ ઝોન ટીમ નં.૦૧ દ્વારા કાલાવાડ રોડ પરથી વિવિધ ૩૪ પ્રકારના પરચુરણ માલ-સામાન અને શાકભાજી-ફળ,ફૂલ વગેરેનો ૪૫ કિ.ગ્રા. જથ્થો જપ્ત કરેલ છે આ ઉપરાંત ૦૪ જેટલા બોર્ડ-બેનર જપ્ત કરેલ છે, તેમજ રૂ!.૩,૦૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરેલ છે. વેસ્ટ ઝોન ટીમ નં.૦૨ દ્વારા રામાપીર ચોકડી થી રૈયાધાર રોડ પરથી વિવિધ ૩૫ પ્રકારના પરચુરણ માલ-સામાન અને શાકભાજી-ફળ,ફૂલ વગેરેનો ૪૫ કિ.ગ્રા. જથ્થો જપ્ત કરેલ છે આ ઉપરાંત ૦૩ જેટલા બોર્ડ-બેનર જપ્ત કરેલ છે, તેમજ રૂ!.૩,૦૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરેલ છે. વેસ્ટ ઝોન ટીમ નં.૦૩ દ્વારા ચંદ્રેશનગર, રૈયા સિમેન્ટ રોડ, ગોવર્ધન ચોક પરથી ૦૩ રેકડી અને વિવિધ ૨૭ પ્રકારના પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે આ ઉપરાંત રૂ!.૧૧,૮૫૦/- મંડપ/છાજલી ચાર્જ અને રૂ!.૧૨,૫૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરેલ છે.

5 bannafa for site 1 2

ઉપરોક્ત કામગીરી તા.૦૫/૦૩/૨૦૨૦ ના રોજ ઈસ્ટ ઝોનની ત્રણેય ટીમો દ્વારા કુલ ૪૩ નંગ પરચુરણ માલ-સામાન, ૧૨૫ કિ.લો. શાકભાજી/ફુલ/ફળ, ૨૫ નંગ બોર્ડ/બેનર જપ્ત કરેલ છે તેમજ રૂ!.૧૪,૫૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરેલ છે. સેન્ટ્રલ ઝોનની ત્રણેય ટીમો દ્વારા કુલ ૦૨ રેકડી, ૪૧ નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે તેમજ રૂ!.૩,૦૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરેલ છે. વેસ્ટ ઝોનની ત્રણેય ટીમો દ્વારા કુલ ૦૩ રેકડી, ૯૬ નંગ પરચુરણ માલ-સામાન, ૯૦ કિ.લો. શાકભાજી/ફુલ/ફળ, ૦૭ નંગ બોર્ડ/બેનર જપ્ત કરેલ છે તેમજ રૂ!.૧૧,૮૫૦/- મંડપ/છાજલી ચાર્જ અને રૂ!.૧૮,૫૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.