ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, ગીર-સોમના દ્વારા વેરાવળ ખાતે ડિજીટલ યુગમાં પત્રકારત્વનાં સિધ્ધાંતો અને પડકારો વિષયે પ્રેસ સેમિનાર યોજાયો હતો. તા. ૧૬ નવેમ્બર પ્રેસ દિન નિમિત્તે આયોજીત આ સેમિનારનું પ્રોબેશનલ આઇ.એ.એસ. દિનેશ ગુરવે દિપ પ્રગટવી ઉદઘાટન કર્યું હતું.
ગીર-સોમના જિલ્લાનાં પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયાનાં બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ મીડિયાકર્મીઓને સંબોધતા દીનેશ ગુરવે કહ્યું કે, ડિજીટલ યુગમાં પળભરમાં સમાચારો લોકો સુધી સોશ્યલ મીડિયાનાં માધ્યમી પહોંચી જાય છે.
ત્યારે મીડિયાકર્મીઓએ સીધા લોકો સાથે જોડાઇને લોકહીતનાં સમાચારોને વિશેષ મહત્વ આપે તે જરૂરી છે. માહિતીનાં વિસ્ફોટમાં ચારે બાજુ સમાચારોનો મારો થાય છે. ત્યારે તેની સત્યતા ચકાસવી સાચા ખોટાની પરખ કરવી તે કપરૂ કામ છે.અને જનહિત માટે મીડિયાકર્મીઓ સાચા સમાચારો સત્ય હકીકતો ઉજાગર કરે છે તે ખુબ આનંદની વાત છે, તેમ દિનેશે ઉમેર્યું હતું.સેમિનારમાં સહભાગી મહેન્દ્રભાઇ રાજાએ પત્રકારત્વની પરિભાષા સાથે ચોથી જાગીરનું મહત્વ, રવિ ખખ્ખરે મુળભુત પત્રકારત્વનું સન કોઇના લઇ શકે, રાજેશ ઠકરારે હકારત્મક પત્રકારત્વ, રાજેશ ભજગોતરે ગ્રામ્ય જીવન અને પત્રકારત્વ, મિતેષ પરમારે પત્રકારત્વની શરૂઆત અને અનુભવો વિશે તેમનાં પ્રતિભાવો આપ્યા હતા.
સીનીયર પત્રકાર ભાષ્કર વૈદે વિવિધ દ્રષ્ટાંતો સો પ્રેસ અહેવાલોનું મહત્વ, કૈાશલ જોષીએ પ્રેસની તાકાત અને મીડિયા પર્સન તરીકે આત્મ વિશ્વાસ, હરીશ કક્કડે પત્રકારોની સાચી ભુમિકા વિષયે, યોગેશ જોષીએ નવરચિત જિલ્લાનાં ફાયદા અને પત્રકારોને રોજ નવું શિખવા જાણવાની ભાવના અંગે તેમજ અતુલ કોટેચાએ સેમિનારની ઉપયોગીતા અંગે પોતાનાં વિચારો વ્યક્ત કર્યા હતા.પ્રેસ સેમિનારનાં પ્રારંભે જિલ્લા માહિતી અધિકારી અર્જૂન પરમારે સૈાનું સ્વાગત કરી સેમિનારનાં ઉદેશ સો ગીર-સોમના જિલ્લાનાં પત્રકારોનાં સકારાત્મક અભિગમ અંગે સૈાને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ગીર-સોમના જિલ્લાનાં ઇલેકટ્રોનીક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારને સફળ બનાવવાં જિલ્લા માહિતી કચેરીનાં એસ.કે.પરમાર, સાજીદ કાઠી, ફારૂક કરગરા, વિશ્વના પાંજરી અને દેવશી કછોટે જહેમત ઉઠાવી હતી.