વાંકાનેરમાં દિવસે – દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે નગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા સયુંકત રીતે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ આડેધડ દબાણ કરનારાઓના મો વીલા થઈ ગયા હતા.
વાંકાનેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા અગાઉ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા મુખ્ય બજારના વેપારીઓને કડક સૂચના આપી સ્વૈચ્છીક રીતે દબાણ હટાવી લેવા તાકીદ કરવામાં આવી હતી આમ છતાં દબાણ યથાવત રહેતા સોમવારે સાંજે ચીફ ઓફિસર અને સીટી પીઆઇ દ્વારા સયુંકત ઝુંબેશ રૂપે અનેક દબાણો હટાવાયા હતા.
ઉલ્લેખનીય છે કે શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે એક મિટિંગ કરવામાં આવી હતી, જેમાં આ સમસ્યાના નિવારણ માટે ધુળેટી પછી કામગીરી શરૂ કરવાનું નક્કી કરાયું હતું પરંતુ લોકોને તેમાં વિશ્વાસ નૉહતો કેમકે આવી અનેક મિટિંગો આ પૂર્વે પણ થઇ છે પરંતુ કોઈ નક્કર પરિણામ મળેલ ન હતી પરંતુ સોમવારે બપોરે ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને સીટી પીઆઇએ જાતે હાજર રહીને કામગીરી શરૂ કરી નેશનલ હાઇવે પરના અન અધિકૃત હોર્ડિંગ તોડી પાડીને કામગીરીની શરૂઆત કરી હતી.
જો કે ઓપરેશન ડીમોલિશન દરમિયાન વેપારીઓએ અમને નોટિસ નથી મળી, અમારો આ બાબતે સપોર્ટ છે પણ બીજાને નોટિસ આપી છે અમને નહીં જેથી અમને નોટિસ મળવી જોઈએ અને સમય આપવો જોઇએ જેવા બહાના દબાણકારો દ્વારા રજૂ કરાયા હતા પરંતુ ચીફ ઓફિસર દ્વારા કામગીરી ચાલુ રાખવી દબાણો હટાવાયા હતા.
જો કે કેટલીક જગ્યાએ તંત્ર સાથે મોટમાથાઓને ચકમક પણ જરી હતી આમ છતાં દબાણો હતાવતા આ કામગીરીથી લોકોમાં ખુશી જોવા મળી હતી અને ચીફ ઓફિસર તથા શહેર પીઆઇને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.