કોર્ટ અને મીડિયા વિશે લેકચર આપતા જસ્ટીસ મિશ્રાએ જણાવ્યું ચોથી જાગીરનું મહત્વ
પ્રેસની સ્વતંત્રતા તમામ આઝાદીની જનની છે. લોકશાહીમાં પ્રેસ-મીડીયા ની સ્વતંત્રતા તે વ્યકિત વિકાસનું સબળ પાસું છે. એવું ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ જણાવ્યું હતું.
તાજેતરમાં ચીફ જસ્ટીસ દિપક મિશ્રા ઇન્ટરનેશનલ લો એસોશિએશન ના એક ફંકશનમાઁ હાજરી આપવા ગયા હતા અને ત્યાં તેમણે કોર્ટ, મીડયા અને ફેુરટ્રાયફર ગેરંટી અંગે એક લેકચર આપ્યો હતો. અને તેમણે કહ્યું કે, બોલવાની આઝાદી એ લોક જાગૃતિનું સબળ પાસું છે. આપણે બોલીને પણ પોતાનો ઓપીનીયર આપી શકીએ છીએ. અને તે રાષ્ટ્રીય સ્વતંત્રતાની નિશાની છે. બોલવાની સ્વતંત્રતા તે આમ નાગરીકને જોડે છે.
તો બીજી પ્રેસ ફીડસ અંગે વાત કરતા મિશ્રાએ ઉમેર્યુ હતું કે પ્રેસ સ્વતંત્રતાએ લોકશાહીમાં આઝાદીની જનની છે. પ્રેસ-મીડીયા પાસે દરેક પ્રકારની સ્વતંત્રતા રહેલી છે. તે કોઇપણ વ્યકિતનું માનસ બદલી શકે છે. તમે શું જાણો છો અને તમારી પાસે શું માહીતી છે તે મહત્વનું છે.
જો કે હાલ મીડીયા-પ્રેસ પાસે સ્વતંત્રતા છે અને તે લોકશાહીની ચોથી જાગીર માનવામાં આવે છે પણ તેમાં પણ હવે ઘણા પ્રેસ મિડીયાએ પોતાની ગાઇન લાઇન તૈયાર કરી છે. ચીફ જસ્ટીસે વધુમાં કહ્યું કે પ્રેસની આઝાદી સાથે સામાન્ય નાગરીકના ઇમોશન જોડાયેલા છે.
તો બીજી તરફ મેને કહ્યું કે, મીડીયા કવરેજ સત્ય સાથે જોડાયેલું છે. તેમણે એમ પણ કહ્યું કે મિડીયા દ્વારા વીટનેસની આઇડેન્ટીટી ગુપ્ત રાખવામાં આવે છે જેને કારણે તેને કોઇ તકલીફ ન થાય તે સારી બાબત છે. મીડીયા દ્વારા કેટલાક ઇન્વેસ્ટીગેશન પણ કરવમાં આવે છે. અને તેના દ્વારા ઘણા લોકોની ધરપકડ પણ થઇ છે.
વધુમાં તેમણે કહ્યું કે પ્રેસની આઝાદી એ દેશ માટે મહત્વની બાબત છે. મીડીયા અને કાયદો વ્યવસ્થાને વધુ મજબુત બનાવવા માટે હવે મ્યુડીસ્યલીમાં પણ લાઇવ ટેલીકાસ્ટને પ્રાઘ્યાયન આપવાની તૈયારી થઇ રહી છે. મહત્વનું છે કે આ ઇવેન્ટમાં સુપ્રિમ કોર્ટના જર્જ જસ્ટીસ એ એમ ખાનવિકર પણ ઉ૫સ્થિત રહ્યા હતા.