ચુંટણી પંચ દ્વારા આજ રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. હવે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ લોકાર્પણ કે ખાત મૂહર્ત કરી શકાશે નહિ. સરકારી યોજનાઓના હોર્ડીંગ ઉતારી લેવાયા છે અને આચરસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ રાજકોટ જિલ્લા કલેકટરે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જીલ્લા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી ચૂંટણીને લઈને રાજકોટ જીલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે 50% મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ થશે. ચૂંટણી માટે 20 પ્રકારના નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવી છે. ચૂંટણી માટે EVM અને VVPAT મશીનો તૈયાર છે. ટ્રાન્સજેન્ડર વધુમાં વધુ મતદાન કરે તેવો ઉદ્દેશ્ય છે.
વધુમાં ઉમેરતા તેમણે કહ્યું હતુ કે ચૂંટણીમાં થતા ખર્ચ અંગે શનિવારે બેઠક બોલાવાશે. રાજકોટ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા માટે સીઆરપીએફની પાંચ ટુકડીઓ આવી પહોંચી છે. ઉમેદવારો દ્વારા થતાં ખર્ચ પર નજર રાખવા ફ્લાઈંગ સ્ક્વોડ કામે લાગી છે. ઉમેદવારો 40 લાખ સુધીની મર્યાદામાં ચૂંટણીખર્ચ કરી શકશે. ઉમેદવારો 40 લાખ સુધીની મર્યાદામાં ચૂંટણીખર્ચ કરી શકશે. રાજકોટ જિલ્લામાં 725 સંવેદનશીલ મતદાન મથકો. રાજકોટ જિલ્લાની ચૂંટણી માટે 25 હજાર સ્ટાફ કામે લાગ્યો છે.