૭૦૦ ઉઘોગપતિઓને ‘પાથ ઓફ પ્રોગેસ’ વિષય પર પૂ.અપૂર્વમુનિ સ્વામીનું પ્રેરણ જ્ઞાનસિંચન
સંતવિભૂતિ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ રાજકોટ ખાતે ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવાશે. જે અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજકોટ શહેરમાં વિવિધ સામાજીક અને આઘ્યાત્મિક કાર્યક્રમો યોજાનાર છે. જે અંગર્તત ગઇકાલે રાજકોટ બીએપીએસ સ્વામીનારાયણ મંદીર તથા લોધિકા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા ડેકોરા ભવન, મેટોડા ખાતે રાજકોટ લીડર્સ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનાં મંચ પર ઉપસ્થિત રાજકોટ મંદીરના કોઠારી પૂ. બ્રહ્મતિર્થ સ્વામી, સંત નિર્દેશક પૂ. અપૂર્વમુનિ સ્વામી તથા લોધીકા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ બીપીનભાઇ હદવાણી અને સેક્રેટરી રમેશભાઇ વોરાએ દીપ પ્રાગટય કરી કોન્ફરન્સની શુભ શરુઆત કરાવી હતી.
પ્રગતિશીલ રાજકોટના આ ઉઘોગપતિઓને રાજકોટ મંદીરના સંત નિર્દેશક પૂજય અપૂર્વમુનિ સ્વામીએ પાથ ઓફ પ્રોગે્રસ વિષય પર પ્રેરક ઉદ્દબોધનનો લાભ આપ્યો હતો. જેમાં સૌ ઉઘોગપતિઓને ફીઝીકલ પ્રોગ્રેસ, ઇકોનોમીકલ, પ્રોગે્રસ, સોશિયલ પ્રોગે્રસ, મેન્ટલ પ્રોગે્રસ તથા સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસ તથા સ્પીરીચ્યુઅલ પ્રોગે્રસ આ પાંચ મુદ્દા પર વિવિધ પ્રેઝન્ટેશન વિડીઓ દ્વારા ખુબ સુંદર રીતે પ્રેરક ઉદ્દબોધનનો લાભ આપ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું કે, કદાચ કંપનીને સફળતાના શિખરો પર પહોંચાડી શકીએ પરંતુ પરિવારની અંદર સફળતા પ્રાપ્ત કરવી એ માઉટ એવરેસ્ટના શિખર સુધી પહોચવા કરવા પણ વધુ કઠીન છે. અને એટલે જ આજના આધુનિક માનવીને શારીરીક, આર્થિક, સામાજીક અને માનસીક પ્રોગે્રસની સાથે સાથે જ‚ર છે. આઘ્યાત્મિક પ્રોેગ્રેસની, વૈજ્ઞાનિકો પણ હવે ઇન્ટેલિજન્ટ કવોશન્ટ, ઇમોશનલ કવોશન્ટની સાથે સ્પીરીચ્યુઅલ કવોશન્ટનો સ્વીકાર કરતા થયા છે. પ્રમુખસ્વામી મહારાજની આઘ્યાત્મિક પ્રગતિથી અભિભૂત થઇ વિશ્ર્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે પ્રમુખસ્વામી મહારજ પર પુસ્તક લખ્યું છે, જેમાં તેઓ પ્રમુખસ્વામી મહારાજે એમના અલ્ટીમેટ ટીચર ગણાવી જણાવે છેકે પ્રમુખસ્વામી મહારાજે મને ભગવાનની ભ્રમણ કક્ષામાં મૂકી દીધો છે. જે પ્રભાવ સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસનો છે. જીવનમાં બધા જ પ્રોગે્રસ હોવા છતાં પણ જો સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસ ન હોય તો અંતરમાં શાંતિનો અનુભવ થતો નથી. આ વાત પ્રમુખસ્વામી મહારાજે આપણને સૌ કોઇને શીખવી છે.