સ્વયં સેવકોની મોટી સંખ્યામાં સેવા અને વ્યસન મુક્તિના પ્રેરક પ્રસંગો
રાજકોટના આંગણે આગામી ૫ થી ૧૫ ડિસેમ્બર સુધી માધાપર મોરબી બાયપાસ રોડ પર પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. છેલ્લા છ મહિનાથી ચાલી રહેલી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાજકોટમાં પ્રમુખ સ્વામી દ્વારા ૧૯૯૮માં પ્રતિષ્ઠિત કરેલ ભવ્ય મંદિર શિક્ષણ, સંસ્કાર, સેવા અને સત્સંગની ધર્મ ધજા ફરકાવીને રાજકોટના નજરાણા સમાન બની રહ્યું છે. ઉન્નત મૂલ્યોના પ્રસારણ દ્વારા જનજીવનને ધબકતું રાખનાર આ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવ અને તેના નિર્માતા પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમેતેઓનો ૯૮મો જન્મ જયંતી મહોત્સવતારીખ ૫ થી ૧૫ ડિસેમ્બર, ૨૦૧૮દરમિયાન પ્રમુખસ્વામી મહારાજના ઉત્તરાધિકારી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની નિશ્રામાં ધામધૂમપૂર્વક ઉજવાશે.આ મહોત્સવની મુખ્ય વિશેષતા એ છે કે તેના આયોજની લઈ નિર્માણ સુધીની તમામ પ્રક્રિયાઓમાં હજારો સંતો ભક્તોના સેવા અને સમર્પણ રહેલાં છે. સતત ૨૪ કલાક કાર્યરત ૫૦ જેટલા વિવિધ વિભાગોમાં ઉચ્ચ અભ્યાસ કરેલાસંતો કઠિન પુરુષાર્થ અને આયોજની મહોત્સવની સરળતામાં મોટું યોગદાન આપી રહ્યા છે. વિશ્વની નામાંકિત હાર્વડ, ઓક્સફોર્ડ વગેરે ઉચ્ચ યુનિવર્સીટીઓમાં શિક્ષિત ૫૧ જેટલા સંતો દરરોજ ૧૨-૧૨કલાકો સુધીસેવાઓ કરી રહ્યા છે.વિરાટ સ્વામિનારાયણ નગરમાં લેન્ડ સ્કેપિંગ માટે છેલ્લા ૬ મહિનાી તૈયારીઓ શરુ થઇ છે. સમગ્ર મહોત્સવ સ્થળને ૭૦૦૦ સ્ક્વેર ફૂટ કાર્પેટ લોની ડેકોરેશન કરવામાં આવશે. ૪૨થી વધુ બગીચાઓનું પ્લાન્ટેશન કરવામાં આવશે જેમાં ૪૦થી વધુ વિવિધતા ધરાવતા ફૂલ છોડી સમગ્ર સ્વામિનારાયણ નગરને સુશોભિત કરવામાં આવશે. સ્વામિનારાયણ નગરમાં સેવાયજ્ઞ દરમ્યાન પ્રેરણાદાયી પ્રસંગો પણ બની રહ્યા છે જેમાં બહારી જોડાનાર કારીગરો અને મજુરો સંતોના સંપર્કી વ્યસન મૂકી સદાચારી જીવન જીવવાના સંકલ્પ ગ્રહણ કરી સેવામાં જોડાઈ રહ્યા છે. આર.એમ.સી.ના ડમ્પર ચાલક ડ્રાઈવરને ગુટકાનું વ્યસન હતું, પરંતુ સંતોના સંપર્કમાં આવતા વર્ષો જૂના વ્યસનનો ત્યાગ કર્યો એ ઉપરાંત એમના સાળાને દારૂનું વ્યસન હતું એ પણ છોડાવ્યું.એક મુસ્લિમ ભાવિક સમગ્ર દિવસ દરમ્યાન ટ્રેક્ટર ચલાવવાની સેવામાં જોડાયા છે. શહેરના કેટલાય ભાવિક ભક્તો તેઓના વાહનો, ટ્રેક્ટર, ડમ્પર અને મોંઘી મશીનરીઓ સેવામાં આપી સેવા-સમર્પણનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.મહોત્સવ સ્ળે ભાઈઓ અને બહેનોસવારે ૮ થી રાત્રે ૮ સુધી સ્વામિનારાયણ નગરમાં વિવિધ સેવાઓમાં જોડાયેલા છે.
દેશ-વિદેશથી આવેલા સત્સંગીઓની સાથે સાથે રાજકોટવાસીઓ પણ આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ અર્પણ કરી રહ્યાં છે. સેવાયજ્ઞમાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ આત્માની ભવ્યતાનો આનંદ માણી રહ્યાં છે.