રાજકોટ તથા આસપાસના વિસ્તારોમાં વસતા ૨૫૦૦૦થી અધિક જરૂરીયાતમંદ લોકોને વસ્ત્રોનું દાન
BAPS સંસ્થા દ્વારા સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિઓ અવિરત ચાલી રહી છે.ભગવાન સ્વામિનારાયણપણ સદાવ્રતો ચલાવતા અને ગરીબો અને જરૂરીયાતમંદ લોકોનેમદદ કરતા. એ જ પરંપરામાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પોતાના ૯૫ વર્ષના સમગ્ર જીવન દરમ્યાન સમાજમાં આવેલ કુદરતી આપત્તિ કે હોનારતોમાં સેવા કાર્યમાં હંમેશા અગ્રેસર રહ્યા છે. તેઓએ મોરબીની હોનારતમાં,ભુજના ભૂકંપમાં, દક્ષિણ ભારતની સુનામીમાં, ઉત્તરાખંડની હોનારતમાં તેમજ દરેક આપત્તિમાં સમાજની વહારે આવી મદદ કરેલી છે.
એવા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવના ‘બીજાના ભલામાં આપણું ભલું’ની દ્રઢતા સાથે રાજકોટ શહેરના અનેકવિધ વિસ્તારોની અંદર બી.એ.પી.એસ.ના કાર્યકરોએ વસ્ત્રવિતરણ કરી સદ્દભાવનું કાર્ય કરેલું છે.
BAPSના તમામ હરિભક્તો પોતાના વસ્ત્રોને એકત્રિત કરી, વ્યવસ્થિત સાફ કરી જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડીને વિરાટ વસ્ત્રદાન અભિયાનમાં જોડાયા હતા. કુલ ૨૫૦૦૦થી અધિક વસ્ત્રો એકત્ર કરી રાજકોટના અનેકવિધ ગરીબ વિસ્તારોમાં જરૂરીયાતમંદ લોકોને તેનું દાન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૦૦૦ જેટલા પુરુષો, ૧૦૦૦૦ જેટલી મહિલાઓ અને ૫૦૦૦ જેટલા બાળકોને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં BAPSના૧૫૦થી અધિક કાર્યકરો જોડાયા હતા. વસ્ત્રદાનની સાથે સૌને વ્યસનમુક્તિનો સંદેશો, પારિવારિક એકતાનો સંદેશો અને સદાચારી જીવન જીવવાનો રાહ ચીંધવામાં આવ્યો હતો.
આમ,પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવઉપક્રમે વધુ એક સામાજીક કાર્યક્રમરાજકોટ BAPSદ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.આમ,BAPS સંસ્થા દ્વારા થઇ રહેલા કાર્યોને અનેક લોકોએ પ્રશંસનીય ગણાવ્યું છે.