મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની ગુજરાત મુલાકાત અંતર્ગત આજે રાજકોટથી પોરબંદર ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગાંધીજીન છબીને પુષ્પાંજલિ અપર્ણ કરી હતી. તેમજ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ગાંધીજીના વિવિધ પ્રસંગોનું સ્મરણ પણ કર્યું હતું. તેમજ તેમણે આજના દિવસને મહાન ગણાવ્યો હતો.

ઉલ્લેખનીય છેકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગાંધી જયંતીના રોજ સવારે દિલ્હીથી રાજકોટ રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ હેલિકોપ્ટરથી તેઓ પોરબંદર પહોંચ્યા હતા અન ત્યાં કિર્તી મંદિર પહોંચ્યા હતા.  ત્યાર બાદ તેઓ  સોમનાથ જવા રવાના થયા હતા. રાષ્ટ્રપતિ કોવિંદ સોમનાથના દર્શન કરીને દિલ્લી જવા માટે રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.