રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારે સંસદના સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને ગૃહના સાંસદોને બેઠકની સાથે ડિનરનું પણ આંમત્રણ આપ્યું છે. આ ડિનર અશોકા હોટલમાં રાખવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ તેમના સંબોધનમાં સરકારની ભાવી યોજનાઓ અને એજન્ડાને દેશની સામે મુકશે. ગુરુવારથી જ રાજ્યસભાનુ સત્રની શરૂ થશે. તે 26 જુલાઈ સુધી ચાલશે. લોકસભા સત્ર 27 જૂનથી શરૂ થઈ ગયું છે. સચિવાલયના જણાવ્યા પ્રમાણે બજેટ સત્ર માટે જીએસટી પરિષદની બેઠક પણ રાખવામાં આવશે. મોદી નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સાથે મુલાકાત પણ કરશે.
President Ram Nath Kovind to address the joint session of both the houses of Parliament, today. pic.twitter.com/91hUfd2x84
— ANI (@ANI) June 20, 2019