મુલાકાત લેનાર નેતાઓનો ૨૪મીએ ખાસ આરટીપીસીઆર એટલે કે કોરોના ટેસ્ટ કરાવી લેવા આદેશો
નાતાલના દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી દિલ્હીથી રાજકોટ ૧ર-૧૦ કલાકે થોડા સમયનું રોકાણ કરશે. બપોરે ગુજરાત સરકારના ખાસ હેલીકોપ્ટર મારફત દિવ રવાના થશે.
રાષ્ટ્રપતિજી ગુજરાત આવી પહોંચશે ત્યારે તેમનું ગાંધીનગરથી ખાસ આવનારા સચીવ ઉપરાંત કલેકટરપોલીસ કમીશ્નર, મ્યુ.કમીશ્નર-અન્ય અધીકારીઓ સ્થાનિક ભાજપના અગ્રણીઓ ખાસ સ્વાગત કરશે, રાષ્ટ્રપતિજીના અને તેમની સાથે આવનારા ફેમીલી મેમ્બર અને અન્યો માટે બ્રેકફાસ્ટની જવાબદારી એર ઇન્ડીયાને સોંપાઇ છે રાષ્ટ્રપતિજીની ટ્રાન્ઝીસ્ટ વીઝીટ સંદર્ભે સાંજે ૪ વાગ્યે ત્રણ ખાસ હેલીકોપ્ટર રાજકોટ એરપોર્ટ પર આવશે અને ર૮મી સુધી રહેશે. સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે.
રાષ્ટ્રપતિજીના સ્વાગત તથા મળનાર નેતાઓ વિગેરે અંદાજે રપ થી ૩૦ લોકોની સંખ્યા હોય આ તમામ અધીકારીઓ નેતાઓનો ૨૪મીએ ખાસ આરટીપીસીઆર એટલે કે કોરોના ટેસ્ટ કરાવી લેવા આદેશો કરાયા છે. આ ઉપરાંત એરપોર્ટ ખાતેની ગ્રીન કોરીડોર તથા સરકીટ હાઉસ આખુ સેનેટાઇઝર કરવા ડીએસઓને જવાબદારી સોપાઇ છે, તો સરકીટ હાઉસ ખાતે ખાસ ત્રણ સ્પેશીયલ રૂમ રીઝર્વ રાખવા ક્ટ્રોલરૂમ-હોટલાઇન-નો સહિતની સુવિધા ઉપરાંત સિવીલ હોસ્પીટલ ખાતે ત્રીજા માળે ખાસ ત્રણ રૂમ સ્પેશ્યલ હોસ્પીટલ નિષ્ણાંત ડોકટરો-એબ્યુલન્સ કંટ્રોલરૂમ તૈયાર કરવા આદેશો કરાયા છે. રાષ્ટ્રપતિજીનો બ્રેકફાસ્ટ ઓન બોર્ડ રહેશે. રાષ્ટ્રપતિ રપમીએ દિલ્હીથી રાજકોટ અને દિવ ગયા બાદ તેઓ ૨૮ મીએ દિવથી ફરી રાજકોટ અને રાજકોટથી દિવ ગયા બાદ તેઓ ૨૮મીએ દિવથી ફરી રાજકોટ અને રાજકોટથી ખાસ એરફોર્સના પ્લેન મારફત દિલ્હી જશે, રાષ્ટ્રપતિની આ ટુંકી મુલાકાત અંગે સીટી પ્રાંત-૧ ને લાયઝન તરીકે જવાબદારી સોંપાઇ છે.