રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી વખત સુરત આવી પહોંચ્યા છે. સરસાણાં પ્લેટીનિયમ હોલ ખાતે ડોનેટ લાઇફ દ્વારા ઓર્ગેન ડોનર કરનારના પરિવાર તથા ડોક્ટર્સનો સન્માન સમારોહમાં હાજરી આપી હતી. જેમાં સીએમ રૂપાણી અને રાજ્યપાલે પણ હાજરી આપી હતી. અને ઓર્ગેન ડોનર કરનારના પરિવારનું સન્માન કર્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ યુનિવર્સીટી ખાતે યોજાનારા પદવી દાન સમારોહમાં 7 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરશે. આ ઉપરાંત એસઆરકે નોલેજ ફાઉન્ડેશન દ્વારા બપોરે 2:30 વાગ્યે સંજીવકુમાર ઓડીટોરીયમ ખાતે આયોજીત સંતોકબા એવોર્ડ સમારોહમાં બચપન બચાવો અભિયાન સહિત નોબલ પારિતોષિક વિજેતા કૈલાશ સત્યાર્થી તથા પદ્મશ્રી એ.એસ.કિરણકુમારને રાષ્ટ્રપતિ પોતાના હસ્તે હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયાની માતાની સ્મૃતિમાં અપાતો સંતોકબા એવોર્ડને એનાયત કરશે.

02 1527572423

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.